Sara, Shraddha, Rakul Preet will be questioned, NCB will send summons
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સહિત સામે આવ્યા આ મોટા નામ, NCB સમન્સ મોકલી કરશે પૂછપરછ

ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સહિત સામે આવ્યા આ મોટા નામ, NCB સમન્સ મોકલી કરશે પૂછપરછ

 | 12:16 pm IST

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મામલે તપાસ કરી રહેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો આ સપ્તાહે સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, સિમોન ખમ્બાટા અને રકુલ પ્રીતને નોટિસ મોકલશે. આ ચારેય અભિનેત્રીઓને પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવશે. જો કે એનસીબી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતની ગર્લફ્રેન્ડે આ ચારેય અભિનેત્રીઓનું નામ લીધું હતું.

મળતી માહિતી મુજબ રિયા ચક્રવર્તીએ સિમોન ખમ્બાટા, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનનું નામ લીધું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે મુંબઈની એક જ જીમમાં રકુલ, સારા અને રિયા જતા હતા. ત્યાં જ તેમની મિત્રતા થઈ હતી. જેના પગલે જ એનસીબીને તપાસમાં માહિતી મળી છે અને તેમની પાસે જરૂરી તમામ માહિતી ઉપલબ્ધ છે. સાથે જ રિયાએ શ્રદ્ધા કપૂરનું નામ પણ લીધુ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધાને પણ સમન્સ મોકલવામાં આવી શકે છે.

હાલમાં જ રાહિલ વિશ્રામ નામના મુંબઈના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડવામાં આવ્યો છે. હવે તેના સાગરિતોને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે રિયાએ જણાવ્યું હતું કે સુશાંત તેમનાથી મળ્યા પહેલા ગાંજો પીતો હતો. તેણે જણાવ્યું કે ફિલ્મ કેદારનાથના શૂટિંગ પર તેણે વધારે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ગાંજાથી વધારે ભૂખ લાગે છે અને કેદારનાથના શૂટિંગ પછી સુશાંત અને સારાનું વજન વધી ગયું હતું.

હવે એનસીબી મોટા નામોને સમન્સ મોકલીને તેમની પૂછપરછ કરશે અને બોલિવૂડના કનેક્શનનો ખુલાસો કરશે. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ મામલો સામે આવ્યો છે. એનસીબી ઝડપથી આ મામલાની તપાસ કરી રહી છે. ડ્રગ્સના બોલિવૂડ કનેક્શનની તપાસ પણ ઝડપી ચાલી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે કઈ કઈ નવી વાતો અને નામો સામે આવે છે.

આ વીડિયો પણ જુઓઃ આજથી પર્યટકો માટે તાજમહેલ ખૂલ્યો 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન