Sara Tendulkar and Shubhman Gill Dating? One Story Started Rumors on Net
  • Home
  • Sports
  • Cricket
  • સચિનની પુત્રી સારાનું દિલ આવ્યું આ ક્રિકેટર પર, બંને વચ્ચે રંધાઈ રહી છે ખીચડી?

સચિનની પુત્રી સારાનું દિલ આવ્યું આ ક્રિકેટર પર, બંને વચ્ચે રંધાઈ રહી છે ખીચડી?

 | 8:19 am IST

ભારતીય ટીમના યુવા બેટ્સમેન અને હાલના સમયમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે IPL 2020માં રમી રહેલાં શુભમન ગિલ અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર છેલ્લા ઘણા સમયથી ફેન્સની નજરોમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેઓની એક્ટિવિટી તમામ લોકોને વિશ્વાસ અપાવી રહી છે કે ભારતના યુવા ખેલાડી શુભમન અને સારા વચ્ચે કાંઈક તો ખીચડી રંધાઈ રહી છે.

હાલમાં જ શુભમન અને સારાએ એક જ કેપ્શનની સાથે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરોથી વધારે તેના કેપ્શને તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સારા તેંડુલકરે ‘I SPY’ની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી. અને થોડા સમય બાદ જ શુભમન ગિલે પણ તે જ કેપ્શન અને ઈમોજી સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

આ તસવીરોની સાથે જ બંને જણા ફેન્સની નજરમાં આવી ગયા હતા અને તેમના ડેટિંગની અફવાઓ ઉડવા લાગી હતી. અને આ અફવાઓને હવા ત્યારે મળી કે જ્યારે હાલમાં જ સારા તેંડુલકરે ઈન્સ્ટા સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીએ ડેટિંગની આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું, જેને કારણે હવે ફેન્સને લાગી રહ્યું છે કે પાક્કું આ બે વચ્ચે કાંઈક તો ચાલી જ રહ્યું છે.

બુધવારની સાંજે સારા તેંડુલકરે ઈન્સ્ટા સ્ટોરીમાં મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાઈ રહેલી મેચમાં કોલકાતાના ખેલાડી શુભમન ગિલનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ઘરે મેચ જોઈ રહી છે. અને ટીવીમાં શુભમન ગિલ બાઉન્ડ્રી પર ડાઈલ લગાવીને બોલ રોકાવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સ્ટોરીની સાથે સારાએ દિલવાળા 3 ઈમોજી પણ મૂક્યા હતા.

જો કે, સોશિયલ મીડિયામાં સારાની આ સ્ટોરીની ચર્ચા થવા લાગતાં જ સારાએ આ સ્ટોરીને ડિલીટ મારી દીધી હતી. પણ ફેન્સ પણ ચાલાકી કરતાં સારાની આ સ્ટોરી સેવ કરી લીધી હતી. અને તેને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધી હતી. આમ સારા અને શુભમન બંને એકબીજાના પ્રેમમાં હોવાનું સોશિયલ મીડિયામાં લોકો ચર્ચા કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ પરમાણુ વૈજ્ઞાનિક શેખર બસુનું નિધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન