Video : તમિલનાડુ જાઓ, તો વિષ્ણુના આ અદભૂત મંદિરમા જવાનું ભૂલતા નહિ - Sandesh
NIFTY 10,808.05 -48.65  |  SENSEX 35,599.82 +-139.34  |  USD 67.6200 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : તમિલનાડુ જાઓ, તો વિષ્ણુના આ અદભૂત મંદિરમા જવાનું ભૂલતા નહિ

Video : તમિલનાડુ જાઓ, તો વિષ્ણુના આ અદભૂત મંદિરમા જવાનું ભૂલતા નહિ

 | 4:48 pm IST

કુંભકોણમ એ તમિલનાડુનું અત્યંત રમણીય અને કુદરતી સૌંદર્યનો પરિચય કરાવતુ અદભૂદ ધાર્મિક તીર્થક્ષેત્ર તરીકે પ્રચલિત છે. તમિલનાડુના થન્જાવાવૂર જિલ્લામાં કાવેરી અને અરાસાલાર નદી વચ્ચે આવેલુ આ સ્થળ ભગવાન સારંગપાણી મંદિર અને અન્ય પ્રાચીન મંદિરોના કારણે ખૂબ જાણીતુ બન્યુ છે.

કુંભકોણનો ઈતિહાસ ખૂબ જ રોચક રહ્યો છે. એવી માન્યતા છે કે આ સ્થળ સંગમ તીર્થ સમયનુ છે. જે-તે સમયે રાજા રજવાડાઓના તાબા હેઠળ આ સ્થળ રહેલું હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે. સારંગપાણિ મંદિર ભગવાન વિષ્ણુનું સૌથી મોટુ મંદિરોમાંનું એક છે. તે કુંભકોણમમાં આવેલ સૌથી મોટુ વિષ્ણુ મંદિર છે.