સરદાર, નહેરૂ અને આઝાદે કેસરી ધ્વજની હિમાયત કરી – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સરદાર, નહેરૂ અને આઝાદે કેસરી ધ્વજની હિમાયત કરી

સરદાર, નહેરૂ અને આઝાદે કેસરી ધ્વજની હિમાયત કરી

 | 3:42 am IST

સામયિક :-  પ્રભાકર ખમાર

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પરંપરાને અનુલક્ષીને શૌર્ય અને બલિદાનનાં પ્રતીકરૂપ કેસરી અથવા ભગવા રંગનો હોવો જોઈએ એવી માન્યતા ૧૯૩૧માં સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરૂ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ વગેરે ધરાવતા હતા અને એ અનુસાર કોંગ્રેસ કારોબારીને ભલામણ પણ કરી હતી, પછી પાછળથી એમના વિચારો બદલાયા હતા.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ધ્વજ સમિતિએ તા. ૮ ઓગસ્ટ, ૧૯૩૧માં જ્યારે કેસરી અથવા ભગવા રંગનો લંબચોરસ ધ્વજ અપનાવવા આવે તેવી કોંગ્રેસ કારોબારીને સર્વાનુમતે ભલામણ કરી ત્યારે સરદાર પટેલ કોંગ્રેસપ્રમુખ હતા. ડો. પટ્ટાભી સિતારામૈયાના કન્વીનરપદે નિમાયેલી આ સમિતિમાં સરદાર સહિત નીચેના સભ્યો હતા :

સરદાર વલ્લભભાઈ પટેલ  ,પંડિત જવાહરલાલ નહેરૂ ,મૌલાના અબદુલ કલામ આઝાદ ,માસ્ટર તારાસિંગ ,પ્રિન્સિપાલ ડી. બી. કાલેલકર  ,ડો. એન. એસ. હાર્ડિકર ,ડો. બી. પટ્ટાભી સિતારામૈયા(કન્વીનર)

ત્યાર બાદ આ સમિતિએ પુનઃ વિચારણા કરીને કેસરી ધ્વજને સ્થાને ત્રિરંગા ધ્વજની પસંદગી કરી હતી.

આ માહિતી ડો. પી. એન. ચોપરા દ્વારા સંપાદિત ‘કલેક્ટેડ વક્ર્સ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ ભાગ-૩’ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. ઉપરાંત તેઓએ નિજલિંગપ્પા સ્થાપિત સરદાર પટેલ સોસાયટી નવી દિલ્હી દ્વારા પ્રકાશિત કલેક્ટેડ વક્ર્સ ઓફ સરદારના દસ ગ્રંથોનું સંપાદન કર્યું છે.

આ પુસ્તકશ્રેણીના ભાગ ત્રીજામાં વર્ષ ૧૯૩૦-૩૧નો સમયગાળો આવરી લેવાયો છે. એ સમયગાળો દેશ માટે તેમજ સરદાર પટેલનાં જીવન માટે પણ ખૂબ મહત્ત્વનો હતો. સરદાર એ સમયમાં જ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને આઝાદી આંદોલનમાં સૌપ્રથમ વાર જેલની સજા થઈ હતી.

નવા ધ્વજની જરૂરિયાત છેક ૧૯૨૯માં ઉદ્ભવી હતી. મુસ્લિમો લીલા રંગનું અને સફેદ રંગ ખ્રિસ્તી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ ધ્વજમાં શીખ સમાજનું પ્રતિનિધિત્વ કરતો રંગ ઉમેરવામાં આવે. પંજાબમાં આ માગણી ઉગ્ર બનતી જતી હતી. આથી ગાંધીજીની સલાહથી કોંગ્રેસ કારોબારીએ કોઈ પણ પ્રકારનો કોમી રંગ પ્રદર્શિત કરે તેવા ધ્વજને બદલે નવો ધ્વજ તૈયાર કરવા ડો. પટ્ટાભી સિતારામૈાનાં કન્વીનરપદે ધ્વજસમિતિની રચના કરી.

આ સમિતિએ ચર્ચા-વિચારણાને અંતે એવી લાગણી વ્યક્ત કરી હતી કે તે સમયના ત્રિરંગી ધ્વજમાં ચક્ર ન હોય તો તે બલ્ગેરિયાના ધ્વજ જેવો લાગતો હતો અને ધ્વજમાંના ત્રણ રંગમાંથી શ્વેત રંગને વચ્ચે મૂકવામાં આવે તો એ ધ્વજ પર્સિયાના ધ્વજ જેવો લાગતો હતો.

આથી વ્યાપક ચર્ચા-વિચારણા પછી સમિતિ તારણ પર આવી હતી કે, રાષ્ટ્રીય ધ્વજ એક જ રંગનો હોવો જોઈએ. સભ્યોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે એક જ રંગનો ધ્વજ હશે તો લોકો તેને વધુ માન્યતા આપશે. ધ્વજસમિતિએ કોંગ્રેસપ્રમુખને ૮ ઓગસ્ટ, ૧૯૩૧માં સર્વાનુમતે ચાર પાનાં ભરેલા પત્રમાં કેસરી ધ્વજની કરેલી ભલામણના અસલ અંગ્રેજી શબ્દો નીચે પ્રમાણે છે :

“It remains for the committee not to approach the question of colours and device for the National Flad wholly from an asthetic and heraldic standpoint. We feel the flag must be distinctive, artistic, rectangular and non-communal. Opinuon has been unamimous that our National Flag shuld be of a single colour except for the colour of the device. If there is one colour that Is more acceptable to the Indians as a whole, even as it is more distinctive than another, one that is associated with this ancient country by long traditional, it is the kesari or saffron coulur.

Accordingly we recommend that the National Flag should be of kesari or saffron colur having on it at the left top quarter the charkha in blue with the wheel towards the flagstaff, the proportions of the flag being fly to hoist as three to two,”

પત્રની નીચે ધ્વજસમિતિના તમામ સભ્યોની સહી છે, જેમાં વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરૂ, અબદુલ કલામ આઝાદ, તારાસિંગ, ડી. બી. કાલેલકર, એન. એસ. હાર્ડિકર, બી. પટ્ટાભી સિતારામૈયાનો સમાવેશ થાય છે. એ પછી કોંગ્રેસ કારોબારીએ આ ભલામણ ઉપર વિગતે ચર્ચા કરી અને આ અંગે પુનઃ વિચારણા કરવા સૂચવ્યું.  ધ્વજની બાબતમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ તરીકે નવી ડિઝાઇનવાળા ત્રિરંગાની પસંદગી પણ સરદાર પટેલના પ્રમુખપદ હેઠળ ૧૯૩૧માં જ કરવામાં આવી હતી.

૧૯૩૧માં કરાંચી ખાતે સરદાર વલ્લભભાઈના પ્રમુખપદે કોંગ્રેસ કારોબારીની બેઠકમાં ડો. બી. પટ્ટાભી સિતારામૈયાના કન્વીનરપદે ધ્વજની ડિઝાઈનને આખરી રૂપ આપવા અંગે સમિતિની બેઠક મળી. ઉપરાંત પ્રશ્નાવલિ પણ તૈયાર કરીને વિવિધ વર્ગો, સંગઠનો વગેરેનો અભિપ્રાય મેળવ્યો હતો. એ પછી ધ્વજની જે સૂચિત ડિઝાઇન તૈયાર કરવામાં આવી તેમાં સૌથી ઉપર કેસરી પટ્ટો, વચ્ચે સફેદ પટ્ટો અને નીચે લીલો પટ્ટો રહે તેવો નિર્ણય કર્યો, આ રંગોની પસંદગીમાં કોઈ કોમ કે ધર્મના પ્રતિનિધિત્વની ગેરસમજ ન પ્રવર્તે તે માટે સ્પષ્ટતા કરવામાં આવી કે કેસરી રંગ શૌર્ય અને બલિદાનનો સૂચક છે. સફેદ રંગ શાંતિ, સત્ય અને ત્યાગનું પ્રતીક છે અને લીલો રંગ કૃષિપ્રધાન દેશની ઓળખ આપે છે. ચરખો એ શ્રમનું પ્રતીક છે. કોંગ્રેસ કારોબારીએ અનુમતિ આપેલ આ ત્રિરંગો ધ્વજ રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકૃત પામ્યો હતો.૧૯૪૭માં જૂનની ૨૩મીએ સ્વતંત્ર ભારતનો ધ્વજ તૈયાર કરવા જે સમિતિ નિમાઈ હતી તેમાં ચરખાને સ્થાને સારનાથમાં આવેલ અશોક સ્તંભનું ચક્ર મૂકવાનું સૂચન કર્યું. આ ચક્રને ચોવીસ આરા(સ્પોક) છે એનો અર્થ ભારત ૨૪ કલાક પ્રગતિને પંથે આગળ વધે. ચક્ર હંમેશાં ગતિને વેગ આપે છે.

રાષ્ટ્રીય ધ્વજ તરીકે ૧૯૩૧માં નહેરૂ, સરદાર અને આઝાદે કેસરી ધ્વજની હિમાયત કરી હતી ત્યારે એ મહાન દેશભક્તોને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે આ કેસરી/ભગવા રંગના ઝંડા હેઠળ જનસંઘ-ભાજપ ભવિષ્માં સત્તા હાંસલ કરશે? વિધિની કેવી વિચિત્રતા?

;