Sardar Patel statue in Gujarat is not a national heritage
  • Home
  • Featured
  • સરદાર પટેલની પ્રતિમાને લઈને કેગે આપ્યો સરકારને આંચકો, જાણો શું કહ્યું?

સરદાર પટેલની પ્રતિમાને લઈને કેગે આપ્યો સરકારને આંચકો, જાણો શું કહ્યું?

 | 1:06 pm IST

કમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલ ઓફ ઈન્ડિયાએ સરકારી તેલ કંપનીઓ સામે સવાલ કર્યા છે. કેગે તેલ કંપનીઓને પૂછયું કે, ગુજરાતના નદીકાંઠે સરદાર પટેલની 3,૦૦૦ કરોડ રૂપિયાની મૂર્તિ બનાવવા માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી છે.

ઓનએનજીસી, ઓઇલ ઈન્ડિયા લિમિટેડ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઇલે આ રકમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ખર્ચ કરી છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આ મૂર્તિ બનાવવા માટે સરકાર તરફથી મસમોટા પ્રચાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ, સરદાર પટેલની પ્રતીમા કોઇ રાષ્ટ્રીય ધરોહર નથી. જેથી મૂર્તિ માટે ફંડનો ઉપયોગ યોગ્ય નથી. આ નિયમની વિરુદ્ધ છે. સરકારી તેલ કંપનીઓ આમ ન કરી શકે.

7 ઓગસ્ટ 2018ના રોજ સાંસદમાં રજૂ કરવામાં આવેલા સીએજી રીપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવતી આટલી મોટી રકમ યોગ્ય નથી. આ સાથે એક એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, સીએસઆરના નિયમ અંતર્ગત કોઇ પણ કંપની કોઇ રાષ્ટ્રીય સ્મારકને બચાવવા કે જાળવણી માટે તે સીએસઆર ફંડનો ઉપયોગ કરી શકે છે.