સરદાર સરોવર ડેમમાં જળસપાટી એક દિવસમાં અડધો ફૂટ ઘટી ગઇ - Sandesh
  • Home
  • Baroda
  • સરદાર સરોવર ડેમમાં જળસપાટી એક દિવસમાં અડધો ફૂટ ઘટી ગઇ

સરદાર સરોવર ડેમમાં જળસપાટી એક દિવસમાં અડધો ફૂટ ઘટી ગઇ

 | 10:15 am IST

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી છેલ્લા ૧૦ વર્ષમા સૌથી નીચલા સ્તરે ૧૧૧.૫૫ મીટરે પહોચી જતા ઉનાળામા જળસંકળની ભીતિ સેવાઇ રહી છે. આજે શુક્રવારે એક જ દિવસમાં ડેમ પર પાણીની સપાટીમાં અડધો ફૂટ (૧૪ સેમી)નો ઘટાડો થયો છે. ઉનાળામાં પીવાના પાણી માટે ડેમમાં જળસંગ્રહ કરી રાખવો જરૂરી હોય, સરકાર પણ આ અંગે સતત નજર રાખી રહી છે.

સરોવર નર્મદા ડેમમા પાણી સતત ઘટી રહ્યું છે. દર કલાકે નર્મદા ડેમની જળસપાટી એક એક સેન્ટિમીટર ઘટી રહી છે. હાલમાં તો નર્મદા ડેમની જળસપાટી છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં સૌથી નીચનાં સ્તર સુધી ઘટીને ૧૧૧.૫૫ મીટરે પહોંચી ગઇ છે. નર્મદા ડેમ પર પાણીની આવક ઉપરવાસમાંથી ઘટીને ૩૬૮૮ ક્યૂસેક થઇ છે. નર્મદાની મુખ્ય કેનાલમાં ૬૩૦૨ ક્યૂસેક પાણી અને નર્મદા નદીને જીવંત રાખવા માટે ગોડબોલે ગેટમાંથી ૬૧૨ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલ પાણીનો લાઇવ જથ્થો ૯૮.૭૭ મિલિયન ક્યુબીક મીટર છે. ગઇકાલે ડેમ પર પાણીની સપાટી ૧૧૧.૬૯ મીટરથી ઘટી ૧૧૧.૫૫ મીટર થતાં એક જ દિવસમાં પાણીની સપાટીમાં અડધો ફૂટ ૧૪ સેમીનો ઘટાડો થયો છે.   નર્મદા ડેમ મહત્તમ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇથી ૨૭.૧૩ મીટર ખાલી છે. હજુ પણ જળસપાટી સતત ઘટી રહી છે, જેનાં કારણે ગુજરાતની સરકાર સતત તેની પર નજર રાખી રહી છે. આ જળસપાટી અંગે નર્મદા કંટ્રોલ ઓથોરિટીનું પણ મોનિટરિંગ સતત થઇ રહ્યં છે.

ડેમની જળસપાટી છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી

વર્ષ    સપાટી(મીટરમાં)

૨૦૦૯ ૧૧૧.૯૬

૨૦૧૦ ૧૧૩.૭૩

૨૦૧૧ ૧૧૩.૫૮

૨૦૧૨ ૧૧૨.૭૭

૨૦૧૩ ૧૧૨.૮૬

૨૦૧૪ ૧૧૪.૦૧

૨૦૧૫ ૧૧૪.૦૯

૨૦૧૬ ૧૧૩.૧૪

૨૦૧૭ ૧૧૪.૮૧

૨૦૧૮ ૧૧૧.૬૩