Sarfaraz Ahmed Talking About Why Pakistan Lost Against West Indies
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ: વેસ્ટઇન્ડીઝ સામે ભૂંડી રીતે હાર્યા બાદ પાકિસ્તાનનાં કેપ્ટને જણાવ્યું હારનું કારણ

વર્લ્ડ કપ: વેસ્ટઇન્ડીઝ સામે ભૂંડી રીતે હાર્યા બાદ પાકિસ્તાનનાં કેપ્ટને જણાવ્યું હારનું કારણ

 | 10:47 pm IST
  • Share

વર્લ્ડ કપ 2019ની પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનનો વેસ્ટઇન્ડીઝ સામે ભૂંડો પરાજય થયો છે. 7 વિકેટથી મળેલી હાર બાદ પાકિસ્તાનની ટીમનાં કેપ્ટન સરફરાઝ અહમદે કહ્યું કે, “ટૉસ હાર્યા બાદ બેટિંગ કરતી વખતે જો તમે વિકેટો તરત જ ગુમાવી દો છો તો મેચમાં પુનરાગમન કરવું મુશ્કેલ રહે છે. આ મેચની શરૂઆતની ઑવર્સમાં બૉલર્સને મદદ મળી, પરંતુ 30 મિનિટ પછી પિચ બેટિંગ માટે સારી થઈ ગઈ હતી. સત્ય એ છે કે અમે સારી બેટિંગ નથી કરી. અમે આ મેચમાં સારું પ્રદર્શન ના કર્યું, પરંતુ મને એ વાતની સંપૂર્ણ આશા છે કે અમારી ટીમ આગામી મેચમાં પુનરાગમન કરશે.”

શૉર્ટ પિચ બૉલ બન્યા પાકિસ્તાન માટે મુશ્કેલી

પાકિસ્તાનનાં મોટાભાગનાં બેટ્સમેન આ મેચમાં શૉર્ટ પિચ બૉલનો શિકાર બન્યા અને પોતાની વિકેટ ગુમાવી. આ વિશે સરફરાઝે કહ્યું કે, “અમને ખબર હતી કે વેસ્ટઇન્ડીઝની ટીમમાં સારા ફાસ્ટ બૉલર્સ છે અને તેઓ અમારા પર આક્રમણ કરશે. જો કે અમે તેમના તરફથી ફેંકવામાં આવેલા શૉર્ટ પિચ બૉલનો સારી રીતે સામનો કરી શક્યા નહીં.”

દર્શકોનો માન્યો આભાર

સરફરાઝે કહ્યું કે, “અમારા માટે આ એક ખરાબ દિવસ હતો, પરંતુ અમને આશા છે કે અમે પુનરાગમન જરૂર કરીશું. અમને અહીં દર્શકોનું સારું સમર્થન મળ્યું અને આ માટે હું તેમનો આભાર માનુ છે. આશા છે કે તેઓ આગળ પણ અમારું સમર્થન કરતા રહેશે.”

મોહમ્મદ આમિરની કરી પ્રશંસા

સરફરાઝે 3 વિકેટ લેનારા મોહમ્મદ આમિરની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપની બીજી મેચમાં વેસ્ટઇન્ડીઝે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ પસંદ કરી હતી. વેસ્ટઈન્ડીઝનાં બૉલર્સે પાકિસ્તાની બેટિંગ લાઇનઅપને વેર-વિખેર કરી દેતા પાકિસ્તાનને 21.4 ઑવરમાં 105 રન પર ઑલઆઉટ કરી દીધું હતુ. ત્યરબાદ 106 રનનાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા વેસ્ટઇન્ડીઝે ક્રિસ ગેલનાં 50 રન અને નિકોલસ પૂરનનાં 19 બૉલમાં 34 રનની મદદથી 13.3 ઑવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર પાડ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો