સાડી પહેરી, મેકઅપ કર્યો અને અરીસામાં જોઈ રહી ! - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સાડી પહેરી, મેકઅપ કર્યો અને અરીસામાં જોઈ રહી !

સાડી પહેરી, મેકઅપ કર્યો અને અરીસામાં જોઈ રહી !

 | 3:56 am IST

જયિતા મંડલ.

તેેઓ દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર જજ છે.

જયિતા મંડલનો જન્મ પિૃમ બંગાળના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. નાનપણથી જ તેણે ભેદભાવનો ડંખ સહન કર્યો છે. નાનપણમાં પરિવારે તેને પુત્રની ઓળખ આપી. મમ્મી-પપ્પા તેને જયંતો કહીને બોલાવતા હતા. સ્કૂલના દસ્તાવેજમાં પણ આ જ નામ હતું, પરંતુ સમયની સાથે તેની ઓળખને લઈને શંકાઓ થવા લાગી. તેની ચાલ-ઢાલ, પોશાક, વાતચીત ત્યાં સુધી કે તેની પસંદ અને નાપસંદગી લઈને ગંભીર આપત્તિઓ થવા લાગી. ઘરવાળાઓને તેની રહેણીકરણી પસંદ ન હતી. સ્કૂલ અને પડોશમાં પણ બધા તેની મજાક ઉડાવતા હતા.

તેને છોકરીઓની જેમ સાજ-શણગાર પસંદ હતો. છોકરાઓની જેમ શરારત તેને ગમતી ન હતી પરંતુ તેના ઘરવાળાઓની સોચ એકદમ અલગ હતી. પપ્પાને ઇચ્છા હતી કે તે તેમનો પુત્ર બનીને રહે. જયિતાની રહેણી-કરણી તેમને પસંદ ન હતી. વાતવાતમાં તેને લડયા કરતા હતા પરંતુ તેનામાં કોઈ સુધારો જોવા ના મળ્યો આથી તેઓ તેની ઉપર બહુ ગુસ્સે થતા.

કેટલીય વાર તેમને સમજ નહોતી પડતી કે તેમની સાથે આ બધું કેમ થાય છે ? જ્યારે પણ તે ઘરની બહાર નીકળે તો એવું લાગતું કે બધા તેને જ જોઈ રહ્યા છે. તેની જેટલી જ ઉંમરના બીજા બાળકો તેને જોઈને દૂર ભાગી જતા હતા. કોઇને પણ તેની સાથે દોસ્તી કરવી ગમતી ન હતી. આ ભેદભાવે જ તેનું બચપણ છીનવી લીધું. એકલવાયું દર્દ તેનું વધતું ગયું.

જયિતા ત્યારે ૧૫ વર્ષની થઈ હતી, તે દિવસોમાં કોલકાતામાં દુર્ગા પૂજાનો ઉત્સવ ચાલતો હતો. આખું શહેર ખૂબસૂરત પૂજા-પંડાલોથી શણગારેલું હતું. પડોશની મહિલાઓ અને છોકરીઓ સાજ-શણગાર કરીને સમારોહમાં જઈ રહી હતી. તે દિવસે જયિતાએ પણ સાડી પહેરી, વાળ ઓળ્યા, મેકઅપ કર્યા પછી વારંવાર અરીસામાં પોતાની જાતને જોતી રહી. સુખદ અહેસાસ હતો તેના માટે. તૈયાર થઈને પહોંચી ગઈ પૂજા પંડાલમાં. આ બધું તેણે પોતાના પરિવારની જાણ બહાર કર્યું હતું. પહેલીવાર તેને જિંદગી જીવવાનો અહેસાસ થયો. મોડી સાંજે તે ખુશી ખુશી ઘરે પાછી ફરી પરંતુ ઘરના ઉંબરે પગ મૂકતાં જ તેની ઉપર આફત તૂટી પડી. મમ્મી-પપ્પા તેને છોકરીના કપડાં જોઈને તેની ઉપર બહુ જ ગુસ્સે થઈ ગયા. પપ્પાએ તેને બહુ જ મારી. જયિતા કહે છે, ‘પપ્પાએ એટલી બધી મારી કે હું ખરાબ રીતે ઘાયલ ગઈ ગઈ. પાંચ દિવસ સુધી પથારીમાં ઊઠી ના શકી. કોઈ મને ડોક્ટરની પાસે પણ ના લઈ ગયું. હું તડપતી રહી. માર ખાવાના કારણે કેટલાય દિવસો સુધી મારું શરીર દર્દથી કણસતું રહ્યું. ઘરવાળા તેને ડોક્ટરની પાસે એટલા માટે ના લઈ ગયા કારણ કે તેમને જયાતિની ઓળખ ખૂલી જવાનો ડર હતો. પડોશમાં બદનામી થશે. આ ઘટના પછી તેમના પરિવારનો મોહભંગ થઈ ગયો.

સ્કૂલના ભણતર બાદ તે કોલેજ જવા લાગી પરંતુ તેની જિંદગીમાં જરા પણ બદલાવ ના આવ્યો. ત્યાં પણ તેની બીજા સાથીઓ તેની મજાક કરતા રહ્યા. બધા એવું ઇચ્છતા કે તે છોકરાઓની જેમ રહે, પરંતુ તેનું મન અને શરીર બીજું જ કશું કહેતા હતા. બહાર અને આંતરિક દ્વંદ્વ એટલા બધા વધી ગયા કે તેણે ઘર છોડવાનું નક્કી કરી લીધું. આ વાત ઈ.સ. ૨૦૦૯ છે.

ઘર છોડયા પછી તેનો બેદર્દ દુનિયાનો સામનો થયો. કોઈ પણ હોટલમાં રહેવા માટે તેને જગ્યા ના મળી. હોટલવાળા એક ટ્રાન્સજેન્ડરને પોતાના ત્યાં રૂમ આપીને કોઈ મુશ્કેલીમાં મુકાવા નહતા ઇચ્છતા. તેનો દિવસનો સમય સડક ઉપર પસાર થવા લાગ્યો. અને રાત રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશન ઉપર પસાર કરવી પડતી. જયિતા કહે છે આપણા સમાજમાં ટ્રાન્સજેન્ડરને માણસ તરીકે સમજવામાં નથી આવતો. લોકો અમારી સામે એવી રીતે વર્તે છે જાણે અમે આ ધરતીના પ્રાણી જ નથી. સમાજની ક્રુરતાએ મને એટલું બધુ દુઃખ દર્દ આપ્યું કે તેનું વર્ણન પણ કરી શકું તેમ નથી. થોડાક દિવસ પછી મને એક કોલ સેન્ટરમાં નોકરી મળી ગઈ. પરંતુ ત્યાં પણ મને સામાજિક તિરસ્કારનો ભોગ બનવું પડયું. ઓફિસના સહકર્મીઓ પણ મારી મજાક ઉડાવતા હતા.

છેવટે એક દિવસે તે ટ્રાન્સજેન્ડર સમાજ (વ્યંઢળ)ની ટોળકીને જઈને મળી.

છોકરા તરીકેનું નામ બદલીને જયિતા રાખવામાં આવ્યું.

ભરણપોષણ માટે કેટલાક દિવસ સુધી તેમની સાથે નાચ-ગાન પણ કર્યું. પરંતુ તેને આવું જીવન પસંદ ન હતું. તે સન્માનથી જીવવા માગતી હતી. જયિતા કહે છે લોકો મને જોઈને મારી સામે એવો વર્તાવ કરતા કે હું અસ્પૃશ્ય છું. તેઓ અમારી ઉપર ગંદી મજાક પણ કરતા હતા. હૃદયમાં ખૂબ આઘાત લાગતો હતો, જાણે આ ધરતી ઉપર અમારી કોઈ જગ્યા જ નથી.

તેણે ફરીથી કાનૂની શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. તેવામાં તેણે ટ્રાન્સજેન્ડર-કિન્નર સમુદાયના અધિકારો માટેનું અભિયાન શરૂ કર્યું. ઇ.સ. ૨૦૧૦માં ‘નયી રોશની’ નામની સંસ્થા બનાવી.અને ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારો માટે કામ કરવા લાગી. બધાં જ લોકો આ અભિયાન સાથે જોડાવવા લાગ્યા. હવે તેની ઓળખ એક સામાજિક કાર્યકર્તા તરીકે થવા લાગી. તેણે ટ્રાન્સજેન્ડર માટે શિક્ષણ અને રોજગારનો મુદ્દો ઉઠાવ્યો. તમામ સામાજિક સમારંભમાં જઈને તેણે પોતાના સમુદાય માટે મૂળભૂત અધિકારોની માગ કરવા લાગી.

ઈ.સ. ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે તેના સમુદાયને ટ્રાન્સજેન્ડર તરીકેની માન્યતા આપી. જયિતા કહે છે આ હુકમે અમને અમારી ઓળખ અપાવી. પહેલી વાર અમને મહિલાઓ અને પુરુષોથી અલગ ‘અન્ય’ની શ્રેણીમાં રાખવામાં આવ્યા. હવે સમાજે અમારી તરફ જોવાનો દેખાવ બદલવો પડશે. પાછલા વર્ષે તેને એક બહુ મોટી સફળતા મળી. ૮ જુલાઈના રોજ પિૃમ બંગાળના ઇસ્લામપુરની લોકઅદાલતમાં જયિતાની જજ તરીકેની નિયુક્તિ કરી, હવે તે દેશના પહેલાં ટ્રાન્સજેન્ડર જજ છે.

આવી છે જયિતા મંડલની પ્રેરણારૂપ કહાણી.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in