Saroj Khan passes away dancing with Madhuri Dixit on 'Ek Do Teen', see video
  • Home
  • Featured
  • દુનિયાને અલવિદા કહ્યા પછી સરોજ ખાનનો માધુરી દીક્ષિત સાથેનો ફેમસ ડાન્સ વીડિયો થયો વાયરલ

દુનિયાને અલવિદા કહ્યા પછી સરોજ ખાનનો માધુરી દીક્ષિત સાથેનો ફેમસ ડાન્સ વીડિયો થયો વાયરલ

 | 12:00 pm IST

સરોજ ખાનનું 71 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર નું નિધન કાર્ડિયક અરેસ્ટના કારણે થયું છે. સરોજ ખાનને થોડાક સમય પહેલા હોસ્પિટલમાં દાખવ કરવામાં આવ્યા હતા અને તેમની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ ગત રાતે અચાનક આ ખરાબ ખબર આવી, સરોજ ખાનના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છવાઇ ગઇ છે. જેને કારણે બોલિવૂડ સેલેબ્સ તેમને શ્રંદ્રાંજલી આપી રહ્યા છે. આ વચ્ચે માધુરી દીક્ષિતનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો 2019નો છે. આ વીડિયો માધુરી દીક્ષિતે ટીચર્સ ડે પર શેર કર્યો હતો. અને તેમા જણાવી રહી છે કે તેજાબ ફિલ્મના સોન્ગ એક દો તીનને કેવી રીતે શુટ કરવામાં આવ્યું છે. બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડીરાત્રે કાર્ડિયેક એટેકના કારણે મુંબઈમાં તેમનું નિધન થયું છે. સરોજ ખાન 71 વર્ષના હતા. સરોજ ખાન 17 જૂનથી મુંબઇના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સરોજ ખાને રાત્રે 1.52 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. હવે મુંબઈના ચારકોપ કબ્રિસ્તાનમાં તેમના સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન