ગાંધીનગર કમલમ્ પર ઉજવણીનો ફિક્કો માહોલ, કાગડા ઉડ્યા - Sandesh
  • Home
  • Gandhinagar
  • ગાંધીનગર કમલમ્ પર ઉજવણીનો ફિક્કો માહોલ, કાગડા ઉડ્યા

ગાંધીનગર કમલમ્ પર ઉજવણીનો ફિક્કો માહોલ, કાગડા ઉડ્યા

 | 7:20 pm IST

સરપંચ પૈકી 80 ટકા ભાજપ તરફી હોવાનો દાવો કરતા ભાજપના વડા મથકે સરપંચોને સન્માનવાનો કાર્યક્રમ રાખ્યો હોવા છતાં કોઈ સરપંચ ઢૂક્યાં નહોતો. કે  ન તો કોઈ સત્કારવા મોવડીમંડળમાંથી ઉપસ્થિત હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સુરેન્દ્રનગરના પ્રવાસે છે. જ્યારે ચૂંટાયેલા સરપંચ પૈકી 70 ટકા કોંગ્રેસ તરફી હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.


એકપણ સરપંચ કમલમ પહોંચ્યા નહીં
ભાજપના પ્રવકતા ભરત પંડ્યાએ કહ્યું હતું, કે આજે આવેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં 75 ટકા ગ્રામ પંચાયતોમાં ભાજપ સમર્થિત પંચાયતોમાં જીત થઈ છે. એટલે કે વિધાનસભાની ચૂંટણી પછી ગ્રામ પંચાયતોમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતમાં રુપાણીની સરકાર સાચા અર્થમાં ખેડૂતોની સરકાર છે. જેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપને જનાદેશ મળ્યો છે. જો કે હકીકત એ હતી કે એક પણ સરપંચ કમલમ પહોંચ્યા નહોતા.

સરપંચોની પાંખી હાજરી જોતા ભાજપના બદલાયા સૂર
સરપંચોની પાંખી હાજરી જોતાં ભાજપે સુર બદલાતા અભિનંદન અને અભિવાદન કાર્યક્રમ પછી યોજીશું તેવી જાહેરાત કરી હતી. 883 સરપંચો ભાજપ તરફી હોવાનો દાવો કરાયો  હતો.

ઉલ્લેખનિય છે કે ભાજપ મીડિયા સેલે અભિનંદન કાર્યક્રમની જાહેરાત કરી હતી.

તેથી ઉલ્ટું કોંગ્રેસનું કહેવું છે કે સરપંચની ચૂંટણીમાં કોંગ્રેસની જીત
કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ પંચા્યતના પરિણામો વિશે કહ્યું હતું કે આજે આવેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં 70 ટકા સંરપચો અને સભ્યો કોંગ્રેસ સમર્પિત છે. વર્તમાન ભાજપની સરકારની ખેડૂત વિરોધી નીતિ, ગોચરની જમીનનો મુદ્દો, પાણી કાપ, ખેડૂતોને પુરતી વીજળી અપાઈ નથી, આવા તમામ કારણોને લઈને ગ્રામ પંચાયતોમાં ગામડાના રહીશોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરીને જનાદેશ આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં રવિવારે 1183 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી આજે બુધવારે 6 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. 1423 ગ્રામ પંચાયતો પૈકી 1183 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગામડાના મતદારોએ ખુબ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના અધિકારીઓના કહેવા પ્રમાણે મતદાન ખુબ જ શાંતિપૂર્ણ રહ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 75 ટકાથી વધુનું મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.


રાજ્ય ચૂંટણી પંચના કહેવા પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 22.5 લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરવા યોગ્ય હતા. તેમાં 241 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી, જેમાં 1750 સભ્યો બિનહરીફ જાહેર કરાયા છે.