sarsai-village-in-bihar-where-bats-are-worshipped-people-believe-they-protect-us-from-epidemic-like covid19
  • Home
  • Corona live
  • અહીં ચામાચીડિયાની કરવામાં આવે છે પૂજા, બચાવે છે દરેક મહામારીથી

અહીં ચામાચીડિયાની કરવામાં આવે છે પૂજા, બચાવે છે દરેક મહામારીથી

 | 3:30 pm IST

કોરોના વાયરસ મહામારીએ વિશ્વભરમાં તબાહી મચાવી રાખી છે. આ બિમારીથી સમગ્ર વિશ્વમાં હજી સુધી 24 હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે, સંક્રમિત લોકોની સંખ્યા પાંચ લાખથી પણ વધુ છે. લોકો આ બીમારીનું ફેલાવવાની કારણ ચામાચીડિયાને માની રહ્યા છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે બિહારમાં એક એવું ગામ છે. જ્યાં લોકો ચામાચીડિયાની પૂજા કરે છે તેમનું માનવું છે કે આ ચામાચીડિયા તેમને મહામારીથી બચાવે છે.

આ ગામનું નામ છે સરસઇ (રામપુર રત્નાકર), જે વૈશાલી જિલ્લાના રાજાપારડ પ્રખંડમાં પજે છે. અહીંના લોકો ચામચીડિયાને ગ્રામ દેવતા તરીકે તેની પૂજા કરે છે. તેને સંપન્નતાનું પ્રતીક માને છે. તેમનું માનવું છે કે જે વિસ્તારમાં ચામાચીડિયા રહે છે. ત્યાં ધનમાં કોઇ ઘટાડો થતો નથી.

સરસઇ ગામના લોકોનું માનવું છે કે અહીં રહેનાર ચામાચીડિયા તેમના ગામના લોકોની રક્ષા કરે છે અને સાથે જ તેમની ઉપર કોઇપણ સંકટ આવવા દેતા નતી. એટલું જ નહીં તે કોઇપણ પ્રકારની મહામારીથી પણ બચાવે છે. તમને જાણીને હેરાની થશે કે ગામમાં કોઇ શુભ કાર્ય કરતા પહેલા લોકો ચામાચીડિયાની પૂજા કરે છે જેથી દરેક કામ શુભ થાય.

આ ગામમાં સેંકડોની સંખ્યામાં આ ચામાચીડિયા એક તળાના કિનારે પીપળાના ઝાડ પર અને આસપાસના અન્ય વૃક્ષ પર નિવાસ કરે છે. આ ચામાચીડિયાના કારણે આ ગામ આખા વિસ્તારમાં પ્રખ્યાત છે અને લોકો દૂર-દૂરથી તેમને જોવા આવે છે. ગામના લોકોનું કહેવું છે કે જો રાતે કોઇ બહારનું વ્યક્તિ ગામમાં આવે છે તો આ ચામાચીડિયા અવાજ કરવા લાગે છે જ્યારે ગામના લોકો આવવા પર તે શાંત રહે છે.

અહીંના લોકો કહે છે કે તે જાણતા નથી કે આ ગામમાં આ ચામાચીડિયા ક્યારથી રહે છે પરંતુ એક કહાની કહે છે જે મુજબ મધ્યકાળમાં એક વખત વૈશાલી જિલ્લામાં મહામારી ફેલાઇ હતી ત્યારે તે ચામાચીડિયા ક્યાંકથી ઉડીને અહીં આવી ગયા અને અહીંના થઇને રહી ગયા તેમનું માનવું છે કે આ ચામાચીડિયાના કારણે અહીં ક્યારેય મહામારી ફેલાઇ નથી.

આ પણ જુઓ : વિનામૂલ્યે અનાજ લેવા માધુપુરામાં લાંબી લાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન