sashi-tharoor-interview-on-hindu-pakistan-bjp-rss
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરનો ‘હિન્દૂ પાકિસ્તાન’ મામલે બફાટ યથાવત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરનો ‘હિન્દૂ પાકિસ્તાન’ મામલે બફાટ યથાવત

 | 5:56 pm IST

કોંગ્રેસી નેતા શશિ થરૂર પોતાના ‘હિન્દૂ પાકિસ્તાન’વાળા નિવેદનને લઈને ફરીથી ચર્ચામાં છે. તેમને પોતાની વાતચીતમાં જણાવ્યું કે, જો બીજેપી દીન-દયાલ ઉપાધ્યાયને ફોલો કરવાનો દાવો કરે છે તો તે દેશને હિન્દૂ પાકિસ્તાન બનાવવાની જ કોશિશ કરશે.

તેમને કહ્યું કે, આરએસએસ અને બીજેપી હિન્દુત્વની વિચારધારાને માને છે. બીજેપી નેતા સાવરકર, ગોવલવકર અને દીન દયાલ ઉપાધ્યાયને પોતાના મેન્ટર માને છે. આ લોકો સંવિધાનને માનતા નહોતા. કોંગ્રેસી નેતાએ કહ્યું કે, આ ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે તે પોતાની વિચારધારાના આધાર પર આ દેશને હિન્દૂ પાકિસ્તાન બનાવવા જઈ રહ્યા છે.

થરૂરે કહ્યું કે, તેમણે આરએસએસ અને બીજેપીના નેતાઓએ લખેલું ગંભીરતાથી વાંચ્યું છે. તે તેમના લખેલા લેખોને ગંભીરતાથી લે છે. આરએસએસે હિન્દૂ રાષ્ટ્રના સિદ્ધાંત આપ્યા છે. સૌથી પહેલા સાવરકરે એવું લખ્યું છે. બીજેપીએ તેમની તસ્વીર સંસદમાં પણ લગાવી છે. સાવરકર અને દીન દયાલ ઉપાધ્યાયે પણ આ વિચારને આગળ વધાર્યા છે.

થરૂરે વધુમાં કહ્યું કે, વડાપ્રધાને તો દરેક મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે દીન-દયાલ ઉપાધ્યાયને લઈને કાર્યક્રમ કરવામાં આવે. દીન દયાલ ઉપાધ્યાય ભારતના સંવિધાનને નકારતા હતા. તે સાવરકર અને ગોલવલકરને ફૉલો કરતા હતા. આ આધાર પર ઉપાધ્યાય સંવિધાન દ્વારા આપવામાં આવેલી ભારતની પરિભાષાને નકારે છે અને કહે છે કે ભારતનો મતલબ કોઈ ક્ષેત્રથી નહીં પણ હિન્દુઓથી છે. અહીં રહેનાર બીજા ઘર્મના લોકો બહારી છે. આ વિચાર હાલની સરકારનો છે. હું તો માત્ર લોકોને એવું જણાવવાનું કામ કરી રહ્યો છું કે આ લોકોનો રાષ્ટ્ર વિશે શું વિચાર છે.

તેમને આગળ કહ્યું કે, હવે જો બીજેપી સરકાર એવું કહે છે કે તે આ લોકોના વિચારોને માનતી નથી અને હવે આ દેશને હિન્દૂ રાષ્ટ્ર બનાવવા માંગે છે તો તે મારી નિંદા કરી શકે છે. તેમને અત્યાર સુધી આ લોકોના વિચારોથી હટવાની જાહેરાત કરી નથી. એટલા માટે દેશને ‘હિન્દૂ પાકિસ્તાન’ બનવાનો ખતરો ઓછો થયો નથી.