sasural simar ka fame actor ashish roy is praying to die
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાપ રે! આ અભિનેતાની ICUમાં ભારે ગંભીર હાલત, કહ્યું-રૂપિયા જ નથી, કોઈ મારી મદદ કરો

બાપ રે! આ અભિનેતાની ICUમાં ભારે ગંભીર હાલત, કહ્યું-રૂપિયા જ નથી, કોઈ મારી મદદ કરો

 | 8:39 am IST

સસુરાલ સિમર કા, બનેલી અપની બાત, બ્યોમકેશ બક્શી, યસ બોસ, બા બહૂ ઔર બેબી, મેરે અંગને મેં, કુછ રંગ પ્યાર કે ઐસે ભી જેવી સીરિયલમાં કામ કરી ચૂકેલા પોપ્યુલર ટીવી એક્ટર આશિષ રોયની પરિસ્થિતિ હાલમાં ખુબ જ ગંભીર છે. તે લોકો પાસે મદદ માંગી રહ્યો છે. તેઓ અત્યારે ICUમાં છે. આશિષ રોયે પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા લખ્યું છે કે, તેમને ડાયાલિસિસ માટે પૈસાની ખૂબ જરૂર છે. ઉલ્લેખનીય છે કે, 2019માં એક્ટરને પેરાલિસિસિનો આંચકો આવ્યો હતો. જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

એક ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ જણાવ્યું કે, 2019માં લકવો થયા બાદ તે ઠીક થઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ કોઈ જ કામ મળ્યું નહીં કામ ન મળતા તેમની પાસે જે બચત હતી તેમાંથી તેમણે ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. તેમની સ્થિતિ ખરાબ થઈ અને મદદ ન મળી તો બહેન સાથે રહેવા જવું પડશે. આ જ વર્ષે જાન્યુઆરીમાં તેમને સારવાર માટે ફરીથી દાખલ કરાયા હતા. એક વખત અભિનેતાએ જણાવ્યું હતું કે, તેમની કિડની કામ કરી રહી નથી અને તેના શરીરમાં 9 લિટર પાણી જમા થઈ ગયું છે.

એકવાર તો ફેસબુક પર આશિષે એવું લખ્યું કે સૌ ચોંકી ગયા હતા. તેમણે લખ્યું હતું કે, ‘સવારની કોફી ખાંડ વગરની…ચહેરા પરનું સ્મિત પણ મજબૂરીનું છે. ભગવાન લઈ લે મને’. હાલમાં આશિષ ડાયાલિસિસ પર છે અને ICUમાં છે. તેમણે એક પોસ્ટ દ્વારા સારવાર માટે પૈસાની મદદ માગી છે. એક્ટરે લગ્ન કર્યા નથી. તેથી તેમની દેખરેખ રાખનારું પણ કોઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન