લગ્ન બાદ ટેલિવુડની આ એક્ટ્રેસે કબૂલ્યો ઈસ્લામ ધર્મ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્ન બાદ ટેલિવુડની આ એક્ટ્રેસે કબૂલ્યો ઈસ્લામ ધર્મ

લગ્ન બાદ ટેલિવુડની આ એક્ટ્રેસે કબૂલ્યો ઈસ્લામ ધર્મ

 | 3:00 pm IST

ટીવી સીરિયલ સસુરાલ સિમર કા ફેમ એક્ટ્રેસ દીપિકા કક્કડે થોડા સમય પહેલા જ એક્ટર શોએબ ઈબ્રાહીમ સાથે નિકાહ કર્યા. બંનેએ ભોપાલમાં લગ્ન કર્યા હતા. બંનેના નિકાહમાં તેમના પરિવારના સદસ્યો અને કેટલાક મિત્રો સામેલ થયા હતા. શોએબથી લગ્ન અને ધર્મ પરિવર્તન બાદ દીપિકાનું નામ હવે ફૈઝા થઈ ગયુ છએ. દીપિકાએ પહેલા તો આ બાબતે ચુપ્પી સાધી હતી, પંરતુ હવે ધર્મ પરિવર્તનને કારણે દીપિકાની સોશિયલ મીડિયા પર જોરદાર આલોચના થઈ રહી છે. હવે દીપિકાએ પણ આ મામલે ચુપ્પી તોડતા કહ્યું કે, જે છે એ સાચુ છે.

હકીકતમાં, દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં જવાબ આપતા કહ્યું કે, જે છે એ સાચું જ છે. હા, મેં આવું કેમ કર્યુ તેનો જવાબ આપવાનું હુ જરૂરી નથી સમજતી. આ મારી અંગત વાત છે. મને આ વિશે મીડિયાને કંઈ પણ કહેવાની જરૂર નથી. આ મારી પર્સનલ સ્પેસ છે અને હુ કોઈ મારી પર્સનલ સ્પેસમાં આવવાની કોઈને પરમિશન નથી આપતી. તમે જે સાંભળ્યુ છે, તે સાચુ જ છે, અને હું તેનાથી બહુ જ ખુશ છું. મને ગર્વ છે કે, મેં આ બધુ મારી ખુશીથી કર્યું છે.