અ'વાદ: પતિના મિત્ર સાથે આંખ મળી જતાં પત્નીને પ્રેમના અંકુર ફૂટયા અને... - Sandesh
  • Home
  • Ahmedabad
  • અ’વાદ: પતિના મિત્ર સાથે આંખ મળી જતાં પત્નીને પ્રેમના અંકુર ફૂટયા અને…

અ’વાદ: પતિના મિત્ર સાથે આંખ મળી જતાં પત્નીને પ્રેમના અંકુર ફૂટયા અને…

 | 10:04 am IST

પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, ઉંમર હોય કે નાત-જાત હોય તે બધાથી ઉપર પ્રેમ છે, અને એટલે એ ક્યારેય થઈ જાય છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ, જ્યારે પરિણીત દંપતીના જીવનમાં કોઈ એક પાત્ર પ્રેમી કે પ્રેમિકા જોડે રંગેહાથ પકડાય ત્યારે શું સ્થિતિ થાય તે તો તેને જ ખબર પડે કે જેની સામે આવી ઘટના બની હોય. સેટેલાઈટમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિના મિત્ર સાથે પત્નીની આંખ મળી જતાં પ્રેમના અંકુર ફૂટયા હતા અને પછી તો પૂછવું જ શું ?

બીજી તરફ પ્રેમ ગમે તેટલો છૂપાવો છતાં ય છૂપો રહેતો નથી અને એક દિવસ તો ભાંડો ફૂટયા વિના રહેતો નથી. સેટેલાઈટમાં પતિએ પોતાની પત્નીને જ્યારે પોતાના મિત્ર સાથે પ્રેમાલાપ કરતાં રંગેહાથ પકડી ત્યારે મામલો બિચક્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડયો હતો.

સેટેલાઈટમાં સંજય તેની પત્ની રિમા સાથે રહે છે. સંજયનો મિત્ર રાકેશ અવારનવાર ઘરે આવતો હતો તે દરમિયાન રાકેશ અને રિમાની આંખો મળી જતાં એ સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો. રિમા પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી અને બંને બહાર મળવા પણ લાગ્યાં હતાં. દરમિયાન સંજયને શંકા જતાં બંને મિત્રો વચ્ચેની મિત્રતામાં ખટાશ આવી ગઈ હતી. સંજયની ગેરહાજરીમાં રાકેશ ઘરે આવતો હતો અને રિમાની સાથે પ્રેમના ગુલ ખીલવતો હતો. સંજયને દાળમાં કશુંક કાળું હોવાની પ્રતીતિ થવા લાગી હતી આથી તેને રિમા ઉપર વોચ રાખવાનું નક્કી કર્યું હતું. દરમિયાન એક દિવસ સંજયે પત્ની રિમાને રાકેશ સાથે પ્રેમાલાપ કરતાં પકડી પાડી હતી. જેમાં રિમા તો ભાગી ગઈ હતી પરંતુ, રાકેશ હાથમાં આવી જતાં પોલીસને ફોન કર્યો હતો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સંજય અને તેના મિત્રોએ પોલીસ સ્ટેશનમાં જ રાકેશને મારવા લીધો હતો. જેમાં પોલીસ અધિકારીઓ વચ્ચે પડયા હતા. બીજી તરફ રાકેશે સંજયના આક્ષેપોને નકાર્યા હતા. (પાત્રોના નામ બદલ્યા છે.)