NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સાત્વિક અને પોનપ્પાની જોડી ચાઇના ઓપનના મુખ્ય ડ્રોમાં

સાત્વિક અને પોનપ્પાની જોડી ચાઇના ઓપનના મુખ્ય ડ્રોમાં

 | 4:51 am IST

ફુઝોઉ, તા. ૧૪

અશ્વિની પોનપ્પા અને સાત્વિકસાંઇરાજ રેન્કિરેડ્ડીની ભારતીય મિક્સ ડબલ્સ જોડીએ અહીં ક્વોલિફાઇંગ રાઉન્ડના બે મુકાબલા જીત ચીન ઓપન સુપર સિરીઝ પ્રીમિયર બેડમિન્ટન ટૂર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં પ્રવેશ મેળવી લીધો છે.

ભારતીય જોડીએ પ્રથમ મેચમાં લી ઝી હુએઈ અને વૂ ટી ઝુંગની ચાઇનીઝ તાઇપેઈની જોડીને ૨૪-૨૨, ૨૧-૭થી પરાજય આપ્યો હતો જ્યારે બીજી મેચમાં ડેન્માર્કના નિકલાસ નોહર અને સારા થિગેસનની જોડીને ૨૧-૧૬, ૧૯-૨૧, ૨૨-૨૦થી હાર આપી હતી. ભારતીય જોડી મુખ્ય ડ્રોના પ્રથમ રાઉન્ડમાં ડેન્માર્કના માથિયાસ ક્રિસ્ટેનસન અને ક્રિસ્ટિના પેડરસનની જોડી સામે ટકરાશે.

સાઇના નેહવાલ અને પી. વી. સિંધુ સહિત ભારતના અન્ય ટોચનાં ખેલાડીઓ પણ બુધવારથી પોતાના મુકાબલામાં ઊતરશે. કિંદાબી શ્રીકાંત માંસપેશીઓ ખેંચાઈ જતાં ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે. સાઇના નેહવાલ પ્રથમ રાઉન્ડમાં અમેરિકાની બેવેન ઝાંગ સામે ટકરાશે જ્યારે પી. વી. સિંધુ જાપાનની સયાકા સાટો સામે ટકરાશે. એચ. એસ. પ્રણોયનો સામનો કોર્યાના લી ડોંગ કેયુન સામે થશે. સૌરભ વર્મા ફ્રાન્સના બ્રિસ લેવરડેઝ સામે ટકરાશે.