retrogate saturn directs in segi, know what will give result to your horoscope
  • Home
  • Astrology
  • શનિ ધન રાશિમાં માર્ગી, જાણો રાશિવાર કેવું ફળ આપશે.. કોને થશે લાભ?

શનિ ધન રાશિમાં માર્ગી, જાણો રાશિવાર કેવું ફળ આપશે.. કોને થશે લાભ?

 | 1:39 pm IST

નભમંડળમાં સૌથી સુંદર ગ્રહ શનિ એ કર્મ પ્રધાન અને કર્મનું નિશ્રિતપણે ફળ આપનારો ગ્રહ છે. જો કર્મ સારા તો ફળ સારું. અને જો કર્મ ખરાબ તો ફળ ખરાબ. આમ છતાં આ ગ્રહ જ્યારે વક્રી હોય ત્યારે ભારે મુશ્કેલ સ્થિતિ સર્જે છે. જે લોકોને પનોતી હોય તેને પણ આ ગ્રહ ધોળે દિવસે તારા દેખાડી દે છે. શનિ એક એવો ગ્રહ છે કે તેની પકડમાંથી છૂટી શકાતું નથી. આ શનિ 8 એપ્રિલ 2018ના રોજ ધન રાશિમાં વક્રી થયો હતો. તે આજે 6ઠ્ઠી સપ્ટેમ્બરે સાંજે માર્ગી થઈ રહ્યો છે. સામાન્ય રીતે ક્રુર ગણાતો આ ગ્રહ હવે માર્ગી થતાં આ રાશિના તમામ રાશિના લોકોને નિશ્રિત પણે થોડી શાંતિ મળશે. જો કે શનિનું વક્રીમાંથી માર્ગી થવું એ નિક્ષતિ પણે ખરાબ ફળમાં ઘટાડો કરનારું નિવડશે. નિશ્રિત રીતે આ રાશિઓ માટે સારો સમય શરૂ થશે. આ ઉપરાંત જે કોઈ કે જેને 8મી એપ્રિલથી પારાવાર મુશ્કેલીઓ શરૂ થઈ હોય તો તેને પણ આ શનિ માર્ગી થતાં રાહતનો શ્વાસ લેવા મળશે. ઘીના ઠામમાં ઘી પડશે. નકારાત્મક પરિણામને બદલે શુભ ફળની પ્રાપ્તિ થશે.

મેષ(અ,લ,ઈ) :
તમારી  રાશિથી નવમે સ્થાને શનિ માર્ગી થતાં તમારા ભાગ્યને લગતી બાબતોમાં શુભ ફળ આપનારો નિવડશે. લાભની આશા ઠગારી નિવડે. પ્રવાસ, યાત્રા કે પર્યટનના યોગો બને. ભાઈ ભાંડુથી મતભેદમાં થોડો ઘટાડો થાય. તમારી તમામ આયોજનોને પૂર્ણ કરવામાં મદદ મળશે. ખાસ કરીને એવી યોજના કે આયોજનો કે જે પર તમે લાંબા સમયથી કાર્ય કરતાં ચાલ્યા આવતા હોય તે નિશ્રિત પણે શુભ સાબિત થશે, તમને ભાગ્યનો સાથ મળશે. મેષ રાશિ માટે ગોચરમાં નવમા સ્થાને માર્ગી થતો શનિ ધીરજના ફળ મીઠાં આપશે.

વૃષભ(બ,વ,ઉ) :
તમારી રાશિથી આઠમા સ્થાને માર્ગી થતો શનિ, તમારા આયુષ્ય અને સ્વાસ્થયને લગતી બાબતોમાં શુભ ફળ આપે. અલબત્ત કુંટુંબિક બાબતો કે નાણાંકિય બાબતોમાં યોગ્ય આયોજન માંગી લે. આમછતાં આ સમય તમારા માટે નકારાત્મક નથી. સમય સામાન્ય રીતે શુભ નિવડે.

મિથુન(ક,છ,ઘ) :
ધન રાશિમાં માર્ગી થતો શનિ તમારી રાશિથી સાતમે પસાર થઈ રહ્યો છે. જો કે વક્રીમાંથી માર્ગી થતાં થોડી રાહત મળે. આમછતાં હજી પણ ધનનો શનિ તમારા માટે નકારાત્મક પરિણામો આપવાનું ચાલુ રાખે. જો કે આ શનિ આર્ટ અને કલ્ચર સંબંધી બાબતોમાં લાભદાયી નિવડે. આમછતાં હજી પણ ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે થોડી રાહ જોવી પડે.

કર્ક( ડ, હ) :
કર્ક રાશિના લોકો માટે ધનમાં માર્ગી થતો શનિ પોતાની રાશિથી છઠ્ઠે સાથે પસાર થઈ રહ્યો છે. નોકરીથી લાભ. સ્વાસ્થ્ય સંબંધી શુભ ફળ મળે. આ શનિ કાર્ય અને વેપારમાં આશાથી વધું લાભ આપશે. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી ચાલી આવતા મામલાઓનો અંત આવશે. તેમાં લાભમાં રહો. ભાગ્યનો સહયોગ મળશે. છેલ્લા છ ચાલી આવતી મુશ્કેલીઓનો અંત આવશે.

સિંહ(મ,ટ) :
તમારી રાશિથી પાંચમાં સ્થાને માર્ગી થતો શનિ તમારા પૂર્વપૂન્યમાં વધારો કરશે. તમારા નૈતિક બળમાં વધારો કરશે. વિચક્ષણ બુદ્ધિ શક્તિ આપે. પત્નીનું સ્વાસ્થ્ય સાચવવું. સંતાનો માટે શુભ. લાભની આશા ઠગારી નિવડે.

કન્યા(પ,ઠ,ણ) :
તમારી રાશિથી ચોથે સ્થાને માર્ગી થતો શનિ તમારા જો લાંબા સમયથી ઘર કે મકાન કે સ્થાવર મિલકતોને લગતાં પ્રશ્નો હશે તો તેનું નિરાકરણ લાવીને શુભ ફળ મળે. તમારા પિતાની તબિયત સાચવવી. તમારા સંતાન માટે આ શનિ શુભ ફળ દાતા બને. તમારા પોતાને જો છેલ્લા 6 મહિનામાં સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઈ હોય તો તેનું શુભ ફળ મળે.

તુલા(ર,ત) :
તુલા રાશિના લોકોને તમારી રાશિથી ત્રીજે સ્થાને શનિ માર્ગી થતાં નિશ્રિત પણે શુભ ફળ દાતા નિવડશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન તમારી ઈચ્છિત મનોકામના પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં બે ડગલા આગળ રહેશો. અને મળેલી જવાબદારીઓ નિશ્રિત પણે સારી રીતે નિભાવી શકશો. ઘર અને પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતો તણાવ ખતમ થઈ જશે. શનિ માર્ગી થતાં ચોક્કસપણે કોઈ રાહ મળશે.

વૃશ્રિક (ન,ય) :
તમારી રાશિથી બીજે ધન ભાવમાં શનિના માર્ગી થવાથી તમને આર્થિક ક્ષેત્રે શુભ ફળ મળશે. ભૌતિક સુખ અને સંસાધનોમાં વૃદ્ધિ થશે. સુખ મળશે. શેર બજારથી સારો નફો મળશે. જો કે કાર્ય જે પણ હાથમાં લો તે પૂરું ધ્યાન દઈને કરશો તો જ સફળતા પ્રાપ્ત થશે.

ધન(ધ,ભ,ફ,ઢ) :
ધન રાશિના જાતકોને પણ ગોચરમાં તમારી જ રાશિમાં માર્ગી થતો શનિ તમને થોડી રાહત તો જરૂર કરશે. આમછતાં આ શનિ તમારા સાતમા સ્થાન, ત્રીજા સ્થાન અને દસમા સ્થાન પર દ્રષ્ટિ કરતો હોય પરાક્રમ, પત્ની કે ભાગીદારી કે જાહેરજીવનના ક્ષેત્રમાં કે પછી ભાગ્યની બાબતમાં સાચવવું. બની શકે તમારી ગણતરી પ્રમાણે ફળ ન પણ મળે.

મકર(ખ,જ) :
શનિ તમારી રાશિથી બારમે વક્રીમાંથી માર્ગી થઈ રહ્યો છે. જેનાથી તમને થોડી રાહત મળશે. વિદેશી બાબતો કે તમારી જે સિદ્ધાંતિક લડત હોય તેમાં તમને ચોક્કસ શુભ ફળ દાતા નિવડશે. અલબત્ત પરિવારજનો માટે પૂરી કાળજી લેવી. તમારા શત્રુઓ આપમેળે હેઠા પડશે. જો કે કાર્યમાં ઈચ્છિત ઝડપી સફળતા નહિં મળે. પણ લાંબે ગાળે ફાયદો થાય.

કુંભ( ગ,શ,સ) :
તમારી રાશિથી અગિયારમે માર્ગી થતો શનિ નિશ્રિત પણે તમને લાભ કરાવી જશે. આમછતાં તે તમારા સ્વાસ્થ્ય સંબંધી તકલીફોમાં વધારો કરશે. તો તમારા સંતાન સંબંધી પ્રશ્નો હશે તો તે હજી પણ લાઈમલાઈટમાં રહેશે. આમ છતાં થોડી રાહત જરૂર મળે.

મીન(દ,ચ,ઝ,થ) :
ધન રાશિમાં માર્ગી થતો શનિ તમારી રાશિથી કેન્દ્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તે પણ દસમા સ્થાને ભ્રમણ  કરી રહ્યો છે. જે તમારા સુખને અવરોધશે. જો કે તમારાથી કોઈ એક નિશ્રય ખોટો લેવડાવી શકે છે. તેથી તે બાબતે સાવધ રહેવું. જો કર્મ સારા હશે તો તમને આ સમય ચોક્ક્સ પણ શુભ ફળ આપીને જશે. કારકિર્દિ કે સામાજિક પ્રતિષ્ઠામાં બધી ગોઠવણી કરીને શુભ ફળ મળે તેમ આપોઆપ થાય. અલબત્ત ખોટાં નિર્ણયને કારણે શોષાવું પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન