શનિ ૧૪૨ દિવસ માટે થયો વક્રી, ૭ રાશિઓ માટે નિવડશે અશુભ - Sandesh
  • Home
  • Astrology
  • શનિ ૧૪૨ દિવસ માટે થયો વક્રી, ૭ રાશિઓ માટે નિવડશે અશુભ

શનિ ૧૪૨ દિવસ માટે થયો વક્રી, ૭ રાશિઓ માટે નિવડશે અશુભ

 | 7:44 pm IST

જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની દુનિયામાં સૌથી ક્રોધિત અને સૌથી આકરું પરિણામ આપનારો શનિ ગ્રહ બુધવારથી ૧૪૨ દિવસ માટે વક્રી થશે. શનિ ગ્રહ લાંબા સમયગાળા સુધી વક્રી થવાની સાથે જ વિવિધ રાશિઓ પર શુભ-અશુભ અસર કરશે. તેમાં પણ ખાસ કરીને વૃશ્વિક, ધન, મકર, કન્યા, વૃષભ, મેષ અને તુલા જેવી સાત રાશિઓ માટે અશુભ સંકેતો સર્જાશે. આગામી ૬ સપ્ટેમ્બર સુધી શનિ ધન રાશિમાં વક્રી રહેશે. જ્યારે ૨ મેથી મંગળ ઉચ્ચનો થઇ રહ્યો હોય અનેક મુશ્કેલી ઊભી થવાની આશંકા સેવાઇ રહી છે.

શનિ ગ્રહ ૧૮ એપ્રિલના બુધવારે સવારે ૬.૪૫ વાગ્યાથી ૬ સપ્ટેમ્બરના સાંજે ૫.૨૩ વાગ્યા સુધી ધન રાશિમાં વક્રી રહેશે. કુલ ૧૪૨ દિવસ શનિ ગ્રહ વક્રી રહેશે. ગ્રહો પર નજર કરીએ તો, નવ ગ્રહોમાંથી સૂર્ય, ચન્દ્ર કદી પણ વક્રી થતા નથી. જ્યારે રાહુ-કેતુ હંમેશા વક્રી જ હોય છે. તે કદી પણ માર્ગી થતા નથી. બાકીના ૫ ગ્રહો વર્ષમાં ઘણી વખત વક્રી-માર્ગી થતા રહે છે અને શુભ-અશુભ ફળ આપે છે. પાંચ ગ્રહોમાંથી ફક્ત શનિ મહારાજ જ એવા ગ્રહ છે, જે વક્રી અવસ્થામાં અશુભ ફળ આપનારા સાબિત થાય છે. જન્મ કુંડળીમાં ગમે તેવો શુભ શનિ હોય, પણ વક્રી અવસ્થામાં નકારાત્મક સ્વભાવ, વ્યવહાર જરૃર જોવા મળે છે. જે સામાન્ય સમસ્યાઓથી લઇ ભારે મુસિબતો પણ લાવી શકે છે. શનિ ૧૪૨ દિવસ માટે વક્રી રહેશે. જેમની કુંડળીમાં શનિ તુલાનો, ઉચ્ચનો કે મેષનો નીચનો હોય તેમને શનિની વક્રી ગતિ વધુ અસરકારક સાબિત થાય છે.

વૃશ્વિક, ધન, મકર રાશિને હાલ સાડા સાતીની મોટી પનોતી ચાલી રહી છે. જ્યારે વૃષભ, કન્યા રાશિને અઢી વર્ષની નાની પનોતી ચાલી રહી છે. જેથી આ પાંચ રાશિજાતકો અને મેષ, તુલા રાશિવાળાઓને વિશેષ સાવધાની રાખવી પડશે. આ સમય દરમિયાન ઉદ્યોગપતિઓને વેપારમાં મંદી, આવકમાં કમી, ખર્ચાઓમાં વૃદ્ધિ, ચિંતા, પારિવારિક જીવનમાં કલેશનો સામનો કરવો પડે છે. વળી, ૨ મેથી મંગળ પણ ઉચ્ચનો થઇ રહ્યો છે. મંગળ ૬ નવેમ્બર સુધી એટલે કે ૧૮૮ દિવસ ઉચ્ચનો રહેશે. તેમાં પણ ૨૭ જૂનથી ૨૭ ઓગસ્ટ સુધી ૬૦ દિવસ વક્રી થશે. તે સમયમાં દેશ-દુનિયામાં યુદ્ધના ભણકારા વાગશે.