Saturn retrograde all zodiac sign effects Know shani sadhe sati
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • સૂર્યપુત્ર શનિદેવ વક્રીમાથી થશે માર્ગી, જાણો કઇ રાશિની મુશ્કેલીઓ ટળશે

સૂર્યપુત્ર શનિદેવ વક્રીમાથી થશે માર્ગી, જાણો કઇ રાશિની મુશ્કેલીઓ ટળશે

 | 2:44 pm IST
  • Share

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની વિશેષ ભૂમિકા હોય છે. ગ્રહોની ચાલ અને પ્રકૃતિ વ્યક્તિના જીવન પર ઉંડી અસર કરે છે. તમામ નવ ગ્રહોમાંથી શનિ ગ્રહ મહત્તમ અસર કરે છે, શનિ ધીમી ગતિએ ફરે છે, આ કારણોસર જે તે રાશિ પર તેની અસર લાંબા સમય સુધી રહે છે. માન્યતાઓ અનુસાર શનિને અશુભ પરિણામ આપનાર ગ્રહ માનવામાં આવે છે, પરંતુ આ સાચું નથી. શનિદેવ ન્યાયના દેવતા છે અને તે લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે અથવા અશુભ પરિણામ આપે છે.

શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે અને પછી બીજી રાશિમાં જાય છે. શનિ ગ્રહ માર્ગી કે વક્રી થાય તેની અસર તમામ જાતકો પર જોવા મળે છે. શનિ 2020માં મકર રાશિમાં જ રહેશે અને 23 મે 2021ના આ રાશિમાં જ ઉલ્ટી ચાલ ચાલશે.

આ વર્ષે, શનિની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં, જો કે 11 ઓક્ટોબર, 2021ના ​​રોજ, શનિ વક્રીથી માર્ગી થઇ રહ્યો છે. શનિની ઉલટી ચાલને કારણે જે લોકો પર શનિની સાડાસાતી કે ઢૈય્યા ચાલતી હોય તેમને અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. આવતા વર્ષે એટલે કે 29 એપ્રિલ, 2022 રોજ શનિની રાશિ બદલાશે.

શનિ સ્વરાશિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે શનિની સાડાસાતી ધન અને મીન રાશિ પરથી સમાપ્ત થશે.

શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થતા ધન, મકર અને કુંભ રાશિના જાતકોની સમસ્યાઓ ઓછી થશે જ્યારે શનિ માર્ગી થશે. આ સિવાય મિથુન અને તુલા રાશિના લોકો, જેમના પર શનિની ઢૈય્યા ચાલુ છે તેમને પણ થોડી રાહત મળશે. મેષ, કર્ક, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય સારો થવા લાગશે. જીવનમાં ચાલી રહેલી અડચણોનો અંત આવશે.

શનિદેવના માર્ગી થવાનો સમય

શનિદેવ 11 ઓક્ટોબર 2021ના ​​રોજ સવારે 8 વાગ્યાથી મકર રાશિમાં માર્ગી થઇ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો