Saturn Transit In 24 January 2020 Shani Sade Sati
  • Home
  • Astrology
  • 23 જાન્યુઆરીથી વૃશ્ચિક રાશિની સાડાસાતી દૂર, આખું વર્ષ શનિ મહારાજના મકર રાશિમાં ધામા

23 જાન્યુઆરીથી વૃશ્ચિક રાશિની સાડાસાતી દૂર, આખું વર્ષ શનિ મહારાજના મકર રાશિમાં ધામા

 | 2:29 pm IST

આપણાં જ્યોતિષમાં ઉલ્લેખવામાં આવેલાં 9 ગ્રહોમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિ જ આપણાં કર્મોના શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. શનિ ગ્રહ ગુરૂવાર, 23 જાન્યુઆરીએ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ એક જ રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. અનેકવાર શનિ વક્રી થઇને પણ રાશિ બદલે છે, પરંતુ આ વર્ષે એવું થશે નહીં.

2020માં શનિ વક્રી થશે, પરંતુ રાશિ બદલશે નહીં. આ આખું વર્ષ આ ગ્રહ મકર રાશિમાં જ રહેશે. શનિ 11 મેના રોજ વક્રી થશે. મંગળવાર, 29 સપ્ટેમ્બરે શનિ ફરી માર્ગી થઇ જશે.

કઇ રાશિ ઉપર શનિની સાડાસાતી શરૂ થશે?

શનિના રાશિ બદલવાથી 23 જાન્યુઆરી બાદ વૃશ્ચિક રાશિની સાડાસાતી દૂર થશે. વૃષભ અને કન્યા રાશિની ઢૈય્યા ઉતરી જશે. મકર રાશિમાં શનિનો પ્રવેશ થવાથી કુંભ રાશિ ઉપર સાડાસાતી શરૂ થઇ જશે. આ રાશિ ઉપર સાડાસાતીની પહેલી ઢૈય્યા રહેશે. મકર રાશિ ઉપર બીજી અને ધન રાશિ ઉપર અંતિમ ઢૈય્યા રહેશે. મિથુન અને તુલા રાશિ ઉપર શનિની ઢૈય્યા શરૂ થઇ જશે.

આ 3 રાશિઓ ઉપર સાડાસાતીની અસર
ધન રાશિ
આ રાશિ ઉપર સાડાસાતીની અંતિમ ઢૈય્યા રહેશે. ઉતરતી સાડાસાતી ધન રાશિ માટે લાભદાયક રહેશે. આ લોકોએ મહેનત વધારે કરવી પડશે. મહેનતનું ફળ પણ મળશે. ધન-સંપત્તિમાં વધારો થઇ શકે છે.

મકર રાશિ
આ રાશિ ઉપર શનિની સાડાસાતીની બીજી ઢૈય્યા રહેશે. આ લોકોએ આકરી મહેનત કરવી પડશે, ત્યારે જ સફળતા મળશે. ખર્ચામાં વધારો થઇ શકે છે. પરિવારમાં વાદ-વિવાદ શરૂ થઇ શકે, ધૈર્ય જાળવી રાખો. ઉતાવળમાં કોઇ કામ કરવું નહીં.

કુંભ રાશિ
આ રાશિ ઉપર શનિની સાડાસાતી શરૂ થઇ રહી છે. આ કારણે વિશેષ સાવધાની જાળવવાની જરૂર છે. આ લોકો માટે શનિ લાભદાયક રહેશે. પરિશ્રમ કરશો તો સફળતા પણ મળી જશે. લાંબી દૂરની યાત્રાના પણ યોગ બની રહ્યા છે.

આ વીડિયો જુઓ: દર્શન કરીએ કડીના કૈયલ ગામે સ્થાપિત 200 વર્ષ જુના રામજી મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન