Video : દર્શન કરો વડોદરામાં આવેલ સત્યનારાયણ મંદિરના - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : દર્શન કરો વડોદરામાં આવેલ સત્યનારાયણ મંદિરના

Video : દર્શન કરો વડોદરામાં આવેલ સત્યનારાયણ મંદિરના

 | 4:09 pm IST

વડોદરાથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલા શીનોર તાલુકાના પવિત્રમાં નર્મદાના કિનારે ઐતિહાસિક મંદિર એવું શ્રી સત્યનારાયણ ભગવાનનુ ધામ જે શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

કહેવાય છે કે આશરે 125 વર્ષ પહેલા શ્રી સદગુરૂ માધવદાસજી કે જેઓ હિમાલયમા તપ કર્યા બાદ માલસર ગામના પવિત્રમા નર્મદાના તટે આવી જપ, તપ, અને અખંડ ધુણી ધખાવી લોક કલ્યાણ અર્થે શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી અવીરત પણે આજ દિન સુધી અહીં ભક્તો ભગવાન સત્યનારાયણના દર્શને આવે છે.