સૌદાગરની ચુલબુલી ગર્લ મનિષા કોઇરાલા - Sandesh

સૌદાગરની ચુલબુલી ગર્લ મનિષા કોઇરાલા

 | 2:56 am IST

સિનેવર્લ્ડઃ માખન ધોળકિયા

સૌદાગરથી હિન્દી ફિલ્મ જગતમાં પર્દાપણ કરનાર નેપાળી ગર્લ મનિષા કોઇરાલાએ પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે. અરે એ તો મોતને પણ હાથ તાળી આપીને પાછી આવી છે. તેણે પોતાના જીવનનો સંઘર્ષ એકલે હાથે અને નિડરતાપૂર્વક કર્યો છે. બબલી અને ચુલબુલી ગર્લ એક સમયમાં તેની સુંદરતાના લોકો પાગલ હતા. જોકે અત્યારે પણ તે ચાર્મિંગ જ લાગે છે પણ ઢળતી ઉંમર સાથે તેનો એ ચાર્મ પણ ઓછો થતો ગયો છે. આપણે તેના સંઘર્ષમય જીવનમાં થોડું ડોકિયું કરી જોઇએ અને જાણીએ તેની યાદગાર જીવનયાત્રા વિશે.

મનિષા કોઇરાલાએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં હિન્દી ફિલ્મોની સાથે સાથે દક્ષિણ ભારતીય અને નેપાળી ફિલ્મોમાં પણ કામ કયુંર્ છે. તેની અભિનય ક્ષમતા લાજવાબ છે. તેની અભિનય ક્ષમતાની લોકો પ્રશંસા કરતા હતા. પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆતમાં જ તે ચાર ફિલ્મફેર એવોર્ડ મેળવી ચૂકી હતી. તેની ગણતરી ભારતની જાણીતી અભિનેત્રીઓમાં થતી હતી. તેમ છતાં તેની ફિલ્મો બોક્સઓફિસ પર ક્યારેક સફળ રહેતી તો ક્યારેક નિષ્ફળ પણ રહેતી હતી. તેની ફિલ્મોના ગ્રાફમાં ઉતાર ચઢાવ રહેતો. જેના કારણે ઘણીવાર તેની ટીકા પણ થતી હતી. ૧૯૯૦ના દાયકામાં દરમિયાન તેણી ફિલ્મોમાં સૌથી વધુ ફી લેતી અભિનેત્રી હતી.

મનિષા કોઇરાલા એક રાજકીય પરિવારમાં જન્મી છે. કોઇરાલા પરિવાર નેપાળમાં જાણીતો રાજકીય પરિવાર છે. તેના પરિવારના ઘણાં સભ્યો રાજકારણમાં સંકળાયેલા છે, પણ મનિષા કોઇરાલાનેે ક્યારે પણ રાજકારણમાં જવાનો ઉત્સાહ હતો નહીં. તે મોડેલિંગમાં પોતાનું નસીબ આજમાવા માંગતી હતી. ફિલ્મોમાં પ્રવેશ કર્યો તે પહેલા તેણે મોડેલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ૧૯૯૧માં સુભાષ ઘાઇ નિર્મિત સૌદાગર ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં પર્દાપણ કર્યું હતું. મનિષાએ પ્રથમ ફિલ્મથી જ હિન્દી સિનેજગતમાં પોતાની છાપ છોડી હતી. ત્યારબાદ યલગાર, ૧૯૪૨: અ લવ સ્ટોરી, અકેલે હમ અકેલે તુમ, અગ્નિસાક્ષી, ગુપ્ત, કચ્ચે ધાગે, મન, હિન્દુસ્તાન કી કસમ, છુપા રૂસ્તમ, અને એક છોટીસી લવ સ્ટોરી જેવી ફિલ્મોમાં તેણે યાદગાર અભિનય કર્યો છે. જોકે એના અભિનયના ખરા વખાણ બોમ્બે, ખામોશીઃ ધ મ્યુઝિકલ, દિલ સે જેવી ફિલ્મોની પડકારજનક ભૂમિકાઓ માટે થયા હતા. આ બધી ફિલ્મોએ તેને ઘણા એવોર્ડ પણ અપાવ્યા છે. જેમાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે તેને મળેલા ત્રણ ફિલ્મફેર ક્રિટીક એવોેર્ડ સામેલ છે. દક્ષિણની ફિલ્મોમાં પણ તેણીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. ૨૦૦૩ પછી મનિષા કોઇરાલાએ સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું, અને તેણેે આર્ટ-હાઉસ અને પેરેલલ સિનેમામાં બહુવિધ ક્ષેત્રીય ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ સમય દરમિયાન તેણીની કારકિર્દીનો ગ્રાફ નીચો જવા લાગ્યો હતો, અને મોટાભાગની ફિલ્મો મોટે પડદે પીટાઇ ગઇ હતી. જોકે એવી ફિલ્મોમાં પણ તેના અભિનયની નોંધ લેવામાં આવી હતી અને તેની પ્રશંસા પણ કરવામાં આવી હતી. તેણીએ ૧૯૮૯માં નેપાળી ફિલ્મ ફીરી ભથૌલામાં પણ કામ કરી ચૂકી છે. ત્યારબાદ તેણીએ ૨૦૧૨માં ફિલ્મોમાંથી થોડો સમય બ્રેક લીધો હોતો અને ૨૦૧૭માં મહિલા કેન્દ્રીત ફિલ્મ માયા સાથે ફરી પ્રવેશ કર્યો હતો. તેણે જેમાં તેના અભિનયના વખાણ કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ ૨૦૧૮માં એટલે કે અત્યારના સમયમાં તે નેટફ્લિક્સ લવ સ્ટોરીઝ અને બાયોગ્રાફિકલ સંજુમાં જોવા મળી હતી.

તેના વ્યવસાયિક જીવનમાં તો તેણે સારું એવંુ નામ બનાવી લીધુંુ હતું, પણ તેનું અંગત જીવન તેનાથી વિરુદ્ધ હતું. તેના અંગત જીવનમાં ઘણા વંટોળો હતા. તેણીએ ૧૯ જૂન ૨૦૧૦માં નેપાળી બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે વિધિ વિધાન સાથે કાઠમંડુમાં લગ્ન કર્યા હતા. તેમની મુલાકાત સોશિયલ મીડિયા પર થઇ હતી. જોકે તેમના લગ્ન લાંબો સમય ટક્યા ન હતા અને ૨૦૧૨માં તેઓ અલગ થઇ ગયા હતા. તેણી ૧૯૯૯ અને ૨૦૧૫માં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ માટે ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમજ તેણીએ ૨૦૧૫ પછી નેપાળ ભૂકંપમાં રાહત કાર્યોમાં પણ સામેલ થઇ હતી. મનિષા કોઇરાલાએ મહિલા અધિકારો, સ્ત્રીઓ સામે હિંસા અટકાવવા અને કેન્સર જાગૃતિ જેવા સામાજિક કાર્યોમાં પણ પ્રોત્સાહન આપ્યું હતું. તેનું અગંત જીવન પણ નોંધપાત્ર રહ્યું હતું. ૨૦૧૨માં તેને અંડાશયના કેન્સરથી ઝઝૂમી રહી હતી. ચાર વર્ષ સુધી તેણીએ આ રોગ સામે સંઘર્ષ કર્યો હતો. પણ આખરે ૨૦૧૫માં તેણી આ કેન્સરમાંથી છુટકારો મેળવ્યો હતો.

મનિષા કોઇરાલા નેપાળના કાઠમંડુ શહેરમાં રાજકારણીય કોઇરાલા પરિવારમાં જન્મી હતી. તેના પિતા પ્રકાશ કોઇરાલા એક રાજકારણીની સાથે સાથે ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન હતા. જ્યારે તેની મા સુષ્મા કોઇરાલા ઘર સંભાળતી હતી. મનિષા કોઇરાલાને એક ભાઇ પણ છે સિદ્ધાર્થ કોઇરાલા. જે એક અભિનેતા છે. તેના પરિવારના પૂર્વજો નેપાળ દેશ પર રાજ કરતા હતા. તેના દાદા બિશ્વેશ્વરપ્રસાદ કોઇરાલા ૧૯૫૦ના દાયકાના અંતમાં નેપાળના વડા પ્રધાન હતા. તેને બે કાકા હતા ગિરિજા પ્રસાદ કોઇરાલા અને મેટ્રિક પ્રસાદ કોઇરાલા પણ રાજકરણમાં જ સંકળાયેલા હતા. મનિષા કોઇરાલાએ તેનું મોટાભાગનું જીવન ભારતમાં જ પસાર કર્યું છે. તે તેની દાદી સાથે વારાણસીમાં રહેતી હતી, અને ત્યારબાદ તે દિલ્હી અને પછી મુંબઇમાં સ્થળાંતર કર્યું. તેણીએ જણાવ્યું હતું કે, મારી દાદીએ મને ક્યારે પણ એવો અહેસાસ થવા દિધો ન હતો કે હંુ મારા માતા- પિતાથી દૂર છું, તે તેના દાદીના ઘરે ખૂબજ ખુશ રહેતી હતી. વારાણસી રહેતી હતી તે દરમિયાન તેણે વસંત કન્યા મહાવિદ્યાલયમાં દસ ધોરણ સુધીનું ભણતર પૂરું કર્યું હતું. ત્યારબાદ તે ડોક્ટરના ભણતર માટે દિલ્હી ગઇ અને ત્યાં ધૌલા કુઆન, નવી દિલ્હી કેમ્પસની આર્મી પબ્લિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અભ્યાસ દરમિયાન દિલ્હીમાં તે આત્મનિર્ભરતાથી અને સ્વતંત્રતાથી જીવતા શીખી ગઇ હતી. અભ્યાસ બાદ મનિષા કોઇરાલાને કેટલીક મોડલિંગની ઓફરો આવા લાગી હતી, પણ તે ડોક્ટરનો અભ્યાસ કર્યો હોવા છતાં અભિનય તરફ પોતાની કારકિર્દી બનાવવા માંગતી હતી. આ માટે તેેણે મુંબઇમાં સ્થળાંતર કર્યું. ત્યારબાદ ૨૦૦૪માં તેણે ન્યૂ યોર્ક જઇને ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી ફિલ્મમેકિંગમાં ડિપ્લોમાં કર્યું. ન્યૂ યોર્કમાં રહેતી હતી તે દરમિયાન તેણી ઇન્ડિપેન્ડન્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકરની સભ્ય પણ બની હતી. તેની કેન્સર સામેની લડત બાદ તેણી મોટિવેશનલ સ્પિકર તરફ વળી છે, અને તે સ્કૂલોમાં, હોસ્પિટલોમાં અને સંસ્થાઓમાં વિવિધ વિષયો પર પ્રેરક મંત્રણા આપે છે. ૨૦૧૬માં તેણીએ મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયામાં ટ્રાન્સફોર્મેશન પર ગોવાના સિપ્લા ગામમાં બિઇંગ માઇન્ડફુલ લીવિંગ પર પણ ભાષણ આપ્યું હતું.

[email protected]