Saudi Arab Big Investment In Pakistan
  • Home
  • Featured
  • કંગાળિયતના આરે ઉભેલા પાકિસ્તાનના વ્હારે આવ્યો આ દેશ, PM ઇમરાન ખાનની ચિંતા…

કંગાળિયતના આરે ઉભેલા પાકિસ્તાનના વ્હારે આવ્યો આ દેશ, PM ઇમરાન ખાનની ચિંતા…

 | 10:01 am IST

આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનના મિત્ર સાઉદી અરબ પાસેથી મોટી મદદ મળી રહી છે. ઇમરાન ખાન સરકારની અત્યારે સૌથી મોટી ચિંતા મુદ્રા એટલે કે ચલણની અછત છે. સાઉદી અરબે આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાનને જબરદસ્ત મોટું રોકાણ પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તેના કેટલાંય મહત્વપૂર્ણ સહયોગી ઇસ્લામાબાદની મુલાકાત ટૂંક સમયમાં જ કરવાના છે. પાકિસ્તાનનું વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ઇમરાન ખાન અત્યાર સુધીમાં બે વખત રિયાદની મુલાકાતે જઇ આવ્યા છે. ઇમરાન કેટલાંય મુશ્કેલી દેશોનો પ્રવાસ કરી ચૂકયા છે, જેમાં કતાર અને તુર્કી પણ સામેલ છે. આર્થિક સંકટ સુધારવા માટે ચીન પાસેથી પણ મદદની કોશિષ કરી રહ્યા છે. લાગે છે કે હવે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની ચિંતાની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.

સાઉદીનું રોકાણ રણનીતિક રીતે મહત્વપૂર્ણ

ચીનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગ્વાદર પોર્ટ છે. અરબ સાગરની પાસે આવેલા ગ્વાદર પોર્ટમાં સાઉદી અરબ 10 બિલિયન ડોલરનું મોટું રોકાણ રિફાઇનરી અને તેલ કોમ્પ્લેક્સમાં કરવા જઇ રહ્યું છે. ચીન અને પાકિસ્તાન માટે આ ગ્વાદર પોર્ટ રણનીતિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારત-ઇરાનના ચાબહાર પોર્ટથી ગ્વાદર પોર્ટ બહુ દૂર નથી. ચાબહાર પોર્ટ દ્વારા ચારેય બાજુ જમીનથી ઘેરાયેલ (લેન્ડલૉક્ડ સ્ટેટ) દેશ અફઘાનિસ્તાન દ્વારા ભારત માટે એક નવો રસ્તો ખુલી રહ્યો છે. સાથો સાથ આ રસ્તો ખૂલ્યા બાદ ભારતને પાકિસ્તાનના રસ્તે પસાર થવાની જરૂર પડશે નહીં.

વૈશ્વિક સ્તર પર પણ પાકિસ્તાનના કથળેલા અર્થતંત્રની સ્થિતિ અને નબળા શેરો પર રિયાદના મોટા રોકાણથી મદદ મળી શકે છે. મિડલ ઇસ્ટમાં સાઉદી અરબ અને સંયુકત અરબ અમીરાત પાકિસ્તાનના સૌથી મોટા સહયોગી છે. બંને દેશો એ પાકિસ્તાનના પીએમને 30 બિલિયન ડોલરની આર્થિક મદદ રોકાણ અને લોન તરીકે આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન