જાણો, સાઉદી અરબની મહિલાઓને મળ્યો કયો નવો અધિકાર ? - Sandesh
NIFTY 10,094.25 -100.90  |  SENSEX 32,923.12 +-252.88  |  USD 65.1675 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • જાણો, સાઉદી અરબની મહિલાઓને મળ્યો કયો નવો અધિકાર ?

જાણો, સાઉદી અરબની મહિલાઓને મળ્યો કયો નવો અધિકાર ?

 | 2:13 pm IST

મહિલાના અધિકાર માટે સાઉદી અરબમાં મહત્વાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અહીં મહિલાઓને કાર ડ્રાઇવિંગ પરનો પ્રતિબંધ હટાવવાનો દશક જૂના નિર્ણયને સમગ્ર દેશમાં જબરજસ્ત રીતે વધાવી લીધો છે. મોટાભાગની મહિલાઓ ડ્રાઇવિંગ સીટ પર બેસવા માટે આતુર બની રહી છે. તેમના માટે આ પગલું જીવનામાં એક મોટો બદલાવનું સૂચન કરી રહ્યું છે.

સાઉદી અરબ શાસનની નીતિમાં પરિવર્તનની શરૂઆત ગત વર્ષે સપ્ટેમ્બરમાં થઇ હતી જ્યારે સાઉદી કિંગ સલમાન બિલ અબ્દુલ્લા અલ સાદ દ્વારા ઐતહાસિક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષે જૂન મહિનાથી મહિલાઓ ડ્રાઇવિંગ સીટ પર બેસી જશે તેની સાથે જ પરિવર્તન તેની ચરમસીમા પર પહોંચી જશે.

સાઉદી અરબમાં કુલ વસ્તીમાંથી 45 ટકા વસ્તી મહિલાઓની છે. જેમના માટે આ એક નિર્ણય નવું કિરણ લઇને આવી રહ્યો છે. તેમને માટે આઝાદીનો અનુભવ થઇ રહ્યો છે. તેમજ મહિલાઓ જૂન મહિનાની આતુરતાથી રાહ જોઇ રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, મહિલાઓને માટે કાર ડ્રાઇવિંગનો પ્રતિબંધ હટવાના કારણે તેમના પરિવાર પર ખર્ચ પણ ઘટશે અને રોજગારની નવી તકો પણ સર્જન થશે. આ પગલાં દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરશે. સાઉદીના બુધ્ધિજીવોના અનુસાર સાઉદી બદલાય રહ્યું છે.

સાઉદીના ક્રાઉન પ્રિંસે પોતાના વિઝન 2030 હેઠળ નવા સાઉદીની પરિકલ્પના વ્યક્ત કરી હતી. આ યોજના હેઠળ સાઉદી પ્રશાસનમાં મહિલાની ભાગીદારી વધારવાના ઉપાયો સૂચવવામાં આવી રહ્યા છે. હાલમાં સાઉદીમાં 22 ટકા મહિલા કામ કરી રહી છે, જેને 30 ટકા પર લઇ જવાનો નિર્ણય છે.

સતત પરિવર્તન જોઇ રહેલા સાઉદી અરબમાં ડિસેમ્બર 2015માં પહેલી વખત મતદાનનો અધિકાર આપવામાં આવ્યો. જે પછી સપ્ટેમ્બર 2017માં ડ્રાઇવિંગના અધિકાર માટેનો મહત્વનો નિર્ણય લીધો હતો, જેને 2018થી લાગું કરવામાં આવશે. જો અગાઉના સમયની વાત કરવામાં આવે તો કેટલાંક સમય પહેલા મહિલાને ડ્રાઇવિંગનો અધિકાર માંગવા પર જેલમાં પૂરી દેવામાં આવતી હતી.