સાઉદીમાં રહેતા બેન્કરે હૈદ્રાબાદમાં રહેતી પત્નીને જાહેરાત આપી તલાક લીધા - Sandesh
  • Home
  • NRI
  • સાઉદીમાં રહેતા બેન્કરે હૈદ્રાબાદમાં રહેતી પત્નીને જાહેરાત આપી તલાક લીધા

સાઉદીમાં રહેતા બેન્કરે હૈદ્રાબાદમાં રહેતી પત્નીને જાહેરાત આપી તલાક લીધા

 | 1:43 pm IST

વોટ્સએપ અને સ્પીડ પોસ્ટ પર તલાક લેવાના મામલા બાદ હવે એક સમાચાર આવ્યા છે કે સાઉદી અરબમાં રહેતા એક બેન્કરે પોતાની પત્નીની ન્યૂઝપેપરમાં જાહેરાત છપાવીને તલાક લઇ લીધા. તેમની પત્નીની ઉંમર 25 વર્ષ છે અને હૈદ્રાબાદમાં રહે છે. મોહમ્મદ મુશ્તાકુદ્દી નામના આ બેન્કરની વિરૂદ્ધ હવે હૈદ્રાબાદ પોલીસે છેતરપિંડી અને અત્યાચારનો કેસ દાખલ કરાયો છે. મહિલાએ પોલીસને કહ્યું કે ચાર માર્ચના રોજ એક સ્થાનિક ઉર્દુ અખબારમાં તલાકની જાહેરાત જોઇને તે આશ્ચર્યચકિત રહી ગઈ હતી. ત્યારબાદ તેના પર તેના પતિના વકીલનો ફોન પણ આવ્યો.

મોહમ્મદ મુશ્તાકુદ્દીનના લગ્ન 2015મા થયા હતા, તેના પાંચ મહિના બાદ તેની પત્નીની સાથે સાઉદી અરબ જતો રહ્યો હતો. ગયા વર્ષે તેની પત્નીએ એક દીકરીને જન્મ આપ્યો. બે મહિના પહેલાં બંને ભારત પાછા આવ્યા અને પતિ સાથે કથિત રીતે ઝઘડો થતા છોકરી પોતાના પિયરમાં રહેવા લાગી હતી. કહેવાય છે કે ત્રણ સપ્તાહ બાદ મુશ્તાકુદ્દીન કંઇપણ કીધા વગર સાઉદી જતો રહ્યો. પત્નીનું કહેવું છે કે પતિએ તેનો ફોન ઉઠાવાનું બંધ કરી દીધું અને તેના સસરાએ તેને ઘરમાં ઘૂસવા પણ ન દીધી.
Divorce

મહિલાનું કહેવું છે કે જો મેં કંઇ ખોટું કર્યું હોય તો મારી સાથે અથવા તો મારા ઘરવાળા સાથે વાત કરો. જો મેં કંઇ ખોટું કહ્યું હોય તો બધાની સામે મારા તલાક લે તેમણે બધાની સામે મારી સાથે લગ્ન કર્યા હતા. તે આગળ કહે છે કે મને મળ્યા વગર સાઉદી કેમ ભાગી ગયા અને દસ મહિનાની દીકરીના બાપ થતાં જાહેરાત આપીને તલાક કેમ લીધા…

પોલીસના મતે મુશ્તાકુદ્દીન એ પોતાની પત્નીને 20 લાખ રૂપિયાના દહેજ માટે અત્યાચાર કર્યો છે. અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ. અમે તપાસ કરી રહ્યાં છીએ કે શું શરિયા અંતર્ગત છાપામાં જાહેરાત આપી તલાક લેવા વ્યાજબી છે.

ઉલ્લેખનીય છે કે હૈદ્રાબાદમાં જ થોડાંક દિવસ પહેલાં એક સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ પોતાની પત્નીના પોસ્ટકાર્ડ દ્વારા ટ્રિપલ તલાક આપ્યા હતા. આ જ વર્ષની શરૂઆતમાં એક વ્યક્તિએ અમેરિકામાં બેઠા બેઠા પોતાની પત્નીને વોટ્સએપ દ્વારા ટ્રિપલ તલાકનો સંદેશો મોકલ્યો હતો. આવતા મહિને સુપ્રીમ કોર્ટમાં તીન તલાકને લઇને દાખલ કરાયેલ પીટિશનની સુનવણી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન