સાઉદી અરેબિયાએ ભારતનાં મરઘી અને ઇંડાની આયાત પર લાદ્યો પ્રતિબંધ - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સાઉદી અરેબિયાએ ભારતનાં મરઘી અને ઇંડાની આયાત પર લાદ્યો પ્રતિબંધ

સાઉદી અરેબિયાએ ભારતનાં મરઘી અને ઇંડાની આયાત પર લાદ્યો પ્રતિબંધ

 | 11:53 am IST

સાઉદી અરેબિયાએ અસ્થાયી રૂપે ભારતમાંથી કોઇ પણ પ્રકારના ચિકન અને ઇંડાની આયાત પર રોક લગાવી દીધી છે. કર્ણાટકનાં કેટલાક જિલ્લાઓ અત્યાધિક રોગજનક એવિયન કન્ફ્લૂએંઝા (ફક્ષીઓમાં થતો એક રોગ)ના પ્રકોપના કારણે આવુ કરવામા આવ્યુ છે. કૃષિ અને પ્રોસેસિંગ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તા (એપીડા)એ એક સુચનામાં જણાવ્યું છે કે, સાઉદી અરેબિયાના પર્યાવરણ, જળ અને કૃષિ મંત્રાલયે એવિયન કન્ફ્લૂએંઝાના પ્રકોપનાં કારણે ભારતના તમામ જીવિત પક્ષીઓ, બચ્ચાઓ અને ઇંડાના આયાત પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે.

જોકે, ભારતમાં વર્ષે 8 કરોડ ડોલરનાં પોલ્ટ્રી ઉત્પાદકોનાં નિર્યાત પર સાઉદી અરેબિયાનું યોદાન માત્ર 3 ટકા જ રહે છે. પરંતુ નિર્યાતકોને અન્ય આયાતકર દેશો પર તેની અસર પડે તેનો ડર સતાવી રહ્યો છે. ભારતનાં કુલ પોલ્ટ્રી નિર્યાતમાં ઓમાન 38 ટકાની ભાગીદારી સાથે સૌથી આગળ છે. તથા તેના પછી માલદીવ (9.3 ટકા) અને વિયેતનામ (7.6 ટકા)નું યોદાન રહે છે.

વારંવાર થતા એવિયન કન્ફ્લૂએંઝાનાં પ્રકોપનાં કારણે ગત બે વર્ષમાં ભારતનાં પોલ્ટ્રી ઉત્પાદક નિકાસમાં ઘટાડો થયો છે. 2 વર્ષમાંથી 10 કરોડ ડોલરનાં બેંચમાર્કથી ઉપર રહેવાના નાણાકીય વર્ષ 2016-17મા ભારતની પોલ્ટ્રી નિકાસ ઘટીને 7.931 કરોડ ડોલર પર આવી ગયુ છે.

એપ્રિલ અમે ડિસેમ્બર 2017ની અવધિમાં ભારતનાં ભારતના પોલ્ટ્રી ઉત્પાદકોનાં કેટલાક નિકાસમાં કેટલોક ઘટાડો થયો અને તે 5.9 કરોડ ડોલર રહ્યો. એપ્રિલ-ડિસેમ્બર 2017 દરમિયાન રૂપિયાનાં સ્વારૂપે તેની નિકાસ 4.27 ટકા ઘટીને 3.81 અરબ રૂપયા રહી ગઇ જે ગત વર્ષની આ જ સમયે 3.98 અરબ રૂપિયા હતો.