Saudi Arabia May include India in Makkah Road Initiative for Hajj Pilgrims
  • Home
  • Featured
  • સાઉદી અરેબિયાની ભેટ: ભારતીય હજ યાત્રાળુઓ માટે ખુશખબર, જલ્દી મળશે આ સુવિધા

સાઉદી અરેબિયાની ભેટ: ભારતીય હજ યાત્રાળુઓ માટે ખુશખબર, જલ્દી મળશે આ સુવિધા

 | 5:18 pm IST

ભારતીય હજ યાત્રાળુઓની સરળ અને સુવિધાજનક હજ યાત્રા માટે ‘મક્કા રોડ ઇનિશિએટિવ’ને ભારતમાં પણ લાગૂ કરવા માટે ભારત અને સાઉદી અરેબિયા સતત વાટાઘાટ કરી રહ્યા છે. સાઉદી અરેબિયાના રાજદૂત સઉદ બિન મોહમ્મદે એક ખાનગી મીડિયાને કહ્યું કે આગામી વર્ષથી આ સુવિધા ભારતમાં પણ અમલમાં લેવા માટે પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ સુવિધા મલેશિયા, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પહેલાથી ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ કે મક્કા રોડ ઇનિશિએટિવથી હજ યાત્રા વધુ સુવિધાજનક બની જશે. હજ યાત્રાળુઓને આ સર્વિસથી સાઉદી અરેબિયા પહોંચ્યા બાદ ઇમીગ્રેશન માટે ફરીથી લાઇનમાં ઊભું નહી રહેવું પડે. આ સર્વિસ હેઠળ તેમનું ઇમીગ્રેશન ક્લીયરેન્સ ભારતમાં જ થઈ જશે. સાઉદીના ઇમીગ્રેશન અધિકારી ભારતીય એરપોર્ટ પર જ ઉપસ્થિત રહેશે. જેથી એરપોર્ટ પર જ સાઉદી અરેબિયાના ઇમીગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

જોકે આવું થયું તો આ સુવિધાના કારણે હજ યાત્રાળુઓનો કલાકોનો સમય બચી શકશે. યાત્રી સાઉદી અરેબિયા પહોંચી સીધે મક્કા અને મદીનામાં તેના હોટલોમાં રોકાઈ સકશે. મીડિયા રિપોર્ટ મુજબ આ સર્વિસ હેઠળ યાત્રાળુઓને કસ્ટમ્સ ક્લીયરેન્સ, સ્વાસ્થ્યથી જોડાયેલ સુવિધાઓ અને સામાનની ટ્રીમિંગ પણ ભારતમાં જ થઈ શકશે. તેથી સાઉદી અરેબિયાના એરપોર્ટ પર રાહ જોવી નહીં પડે. આ સાથે હજના કોટામાં પણ વધારો થવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ મુજબ હાલ ભારતના 2 લાખ યાત્રાળુઓ માટે કોટા છે જે 2030 સુધી વધારીને લગભગ 5 લાખ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન