Saudi Arabia to ban foreigners from hospitality jobs
  • Home
  • Featured
  • સાઉદી અરબની હોટેલમાં વિદેશીઓને નહીં મળે નોકરી, ભારતીઓ માટે ઝટકો

સાઉદી અરબની હોટેલમાં વિદેશીઓને નહીં મળે નોકરી, ભારતીઓ માટે ઝટકો

 | 11:37 am IST

સાઉદી અરબે દેશમાં પોતાના નાગરિકોની વધતી બેરોજગારીને જોતાં હોટેલના ક્ષેત્રમાં વિદેશી લોકોને નોકરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. સાઉદી અરબના આ નિર્ણયથી ભારત પર પણ અસર પડશે. કેમ કે, મોટી સંખ્યામાં ભારતીયો અહીં આ ક્ષેત્રમાં નોકરી કરી રહ્યા છે. સાઉદી સરકારનો આ નિર્ણય વર્ષના અંત સુધી લાગુ થઈ શકે છે.

સાઉદીના શ્રમ મંત્રાલયએ નિવેદન જાહેર કરી કહ્યું કે,આ નિર્ણય થ્રી સ્ટાર કે તેનાથી વધારે સ્ટારવાળી હોટેલ અને રિસોર્ટ્સ તેમજ ફોર સ્ટારથી વધારે હોટેલ એપાર્ટમેન્ટ પર લાગુ થશે. અહીં રિસેપ્શનથી ળઈ મેનેજમેન્ટ સુધીના પદોમાં સાઉદીનાં નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. જો કે, ડ્રાઈવર, સિક્યોરિટી ગાર્ડ અને કુલી તરીકે વિદેશી લોકોને નોકરી પર રાખી શકાશે.

આ ઉપરાંત રેસ્ટોરન્ટ હોસ્ટ અને હેલ્થ ક્લબ સુપરવાઈઝર જેવી નોકરીઓ માટે સાઉદીના લોકોને જ રાખવા પડશે. જણાવી દઈએ કે, ગત વર્ષે સાઉદીમાં બેરોજગારીનો સ્તર 13 ટકા સુધી પહોંચી ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી વધારે છે. આ ક્ષેત્રમાં ભારતીય મૂળનાં લોકો મોટી સંખ્યામાં નોકરી કરે છે. તેવામાં સાઉદી અરબનો આ નિર્ણય ભારતીય લોકો માટે એક મોટા ઝટકા સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન