Saudi Aramco may issue IPO on Sunday
  • Home
  • Business
  • Appleના માથેથી નંબર વનનો તાજ છીનવી લેશે આ કંપની, મુકેશ અંબાણીની કંપનીમાં કર્યું છે રોકાણ

Appleના માથેથી નંબર વનનો તાજ છીનવી લેશે આ કંપની, મુકેશ અંબાણીની કંપનીમાં કર્યું છે રોકાણ

 | 9:49 pm IST

દુનિયાની સૌથી વધારે કમાણી કરતી કંપની સાઉદી અરામકો રવિવારે આઈપીઓ જાહેર કરી શકે છે. આ કંપની દુનિયામાં સૌથી વધારે તેલનું ઉત્પાદન કરે છે. ઉમ્મીદ છે કે, તે દુનિયાના સૌથી મોટા આઈપીઓ લિસ્ટિંગમાં સામેલ થશે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આઈપીઓ જાહેર થતાં કંપનીની માર્કેટ વેલ્યુ 1.5 ટ્રિલિયન ડોલરની આસપાસ રહેશે.

ક્રાઉન પ્રિન્સ સતત કોશિશ કરી રહ્યા છે કે, કંપનીની વેલ્યુ 2 ટ્રિલિયન ડોલરની સીમા વટાવી લેશે. જાણકારી માટે જણાવી દઈએ કે, વર્તમાનમાં વેલ્યુના હિસાબથી એપલ અને માઈક્રોસોફ્ટ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. તેની માર્કેટ વેલ્યુ અંદાજે 1 ટ્રિલિયન ડોલરની આસપાસ છે.

સાઉદી અરામકો 1-2 ટકા જ શેર લિસ્ટ કરવા ઈચ્છે છે. જેનાથી કંપની 30-40 અરબ ડોલર વચ્ચે ફંડ એકત્ર કરી શકે છે. જો કંપની 25 અરબ ડોલરથી વધારે ફંડ એકત્ર કરવામાં સફળ થાય છે તો આ રેકોર્ડ બનશે. વર્તમાનમાં આ રેકોર્ડ ચાઈનીઝ ઈ-કોમર્સ કંપની અલીબાબાના નામે છે.

સાઉદી અરામકો ભારતમાં પણ મોટાપાયે રોકાણ કરવાની તૈયારીમાં છે. તે રિફાઈનરી અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ માટે લગભગ 25 અરબ ડોલરનું રોકાણ કરવાની છે. તે સરકારી પેટ્રોલિયમ કંપનીઓની મદદથી દુનિયાની સૌથી મોટી તેલ રિફાઈનરી સ્થાપિત કરવા જઈ રહી છે. આ રિફાઈનરી મહારાષ્ટ્રમાં લગભગ 1.8 લાખ કરોડ રૂપિયાના ખર્ચથી સ્થાપિત કરવામાં આવશે. તો અરામકોએ મુકેશ અંબાણીની જામનગર ખાતે આવેલી રિલાયન્સ રિફાઈનરીમાં પણ અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ વીડિયો પણ જુઓઃ

ભાજપના રાષ્ટ્રપતિના નિવેદન પર શિવસેનાના પ્રહાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન