Saudi assures India of no oil supply shortage: Dharmendra Pradhan
  • Home
  • Featured
  • ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

 | 6:53 pm IST

સાઉદી અરબમાં દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક એવી અરામકો પર થયેલા ડ્રોન હુમલાના કારણે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અરામકોને લઈને પહેલીવાર ખુલાસો કર્યો છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, અરામકોના ક્રુડ ઓઈલ ભંડાર પર કરવામાં આવેલા હુમલા બાદ ત્યાંના ટોચના અધિકારીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. રિયાધમાં ભારતીય રાજદૂતે ભારતને અવિરતપણે પુરવઠો પુરો પાડવા માટે અરામકોના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છે. 

સાઉદી અરબમાં અરામકો નામની દિગ્ગજ ક્રુડ ઓઈલ કંપનીની ફેક્ટરી પર ડ્રોન વડે 10 હુમલા કરવામાં આવ્યા હતાં. જેના કારણે કંપનીને ભારે નુંકશાન પહોંચતા રોજની 57 લાખ બેરલ ક્રુડ ઓઈલની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે બજારમાં અછત સર્જાતા ક્રુડ ઓઈલના ભાવમાં જવધારો થયો છે. લંડનના બ્રેંડ ફ્યૂચર 19.5 ટકા વધીને 71.95 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. 

હવે કિંમતોમાં થયેલો વધારો ભારતના અર્થતંત્ર પર વિપરીત અસર પહોંચાડી શકે છે. ભારતમાં ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ભડકો થઈ શકે છે. જો આમ થશે તો ભારતમાં ચીજસ્તુઓના ભાવ વધશે. જેની અસર આખા દેશને થશે.

આ મામલે આજે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, અમે સતત સાઉદી અરામકોના સંપર્કમાં છીએ. રિયાધમાં રહેલા ભારતના દૂતાવાસના અધિકારીઓ પણ અરામકોના ટોચના મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે ભારતની ક્રુડ ઓઈલ કંપનીઓ સાથે સપ્ટેમ્બર મહિનામાં ક્રુડ ઓઈલની કિંમતોની સપ્લાયની સમીક્ષા કરી હતી. આશા છે કે, ભારતના પુરવઠાને કોઈ જ વિપરીત અસર નહીં પહોંચે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, 14 જૂન 1991 બાદ ક્રુડ ઓઈલની કિંમતોમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. જાણકારોના મતો મંદિનો સામનો કરી રહેલા ભારતની મુશ્કેલીઓ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન