Saudi Crown Prince Arrives In India, Received By PM
  • Home
  • Featured
  • પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન મોદીએ ક્રાઉન પ્રિન્સનું કર્યું સ્વાગત

પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન મોદીએ ક્રાઉન પ્રિન્સનું કર્યું સ્વાગત

 | 11:57 pm IST

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ મંગળવાર સાંજે નવી દિલ્હી પહોંચી ગયા છે. તેમનું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ગયા હતા. ક્રાઉન પ્રિન્સના સ્વાગત માટે વડાપ્રધાન મોદીની હાજરીને રાજકારણની રીતે ખૂબજ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.

ભારત આવતા પહેલા ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. પુલવામા હમલાને લઇને પાકિસ્તાન દ્વારા એવું બહાર પાડવામાં આવી રહ્યું છે કે આ મામલે સાઉદી અરબનું સમર્થન પાકિસ્તાન સાથે છે. આ રીતે જોવા જઇએ તો તેમની ભારતની મુલાકાત ખૂબજ મહત્વપૂર્ણ છે.અગાઉ આ હુમલા બાદ તેની નિંદા કરતા સાઉદી અરબ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથીન આતંકવાદ અને જમ્મુ-કાશ્મીરને લઇને સાઉદી અરબની સમજણમાં બદલાવ આવ્યો છે. પાકિસ્તાન જે કહીં રહ્યું છે તેનો સાઉદી સંપૂર્ણ સ્વીકાર કરતું નથી.

ક્રાઉન પ્રિન્સની આ મુલાકાત ભારત માટે મહત્વપૂર્ણ

સાઉદી ક્રાઉન પ્રિન્સની ભારતની મુલાકાત દરમિયાન ભારત અને સાઉદી વચ્ચે 5 કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક સંરક્ષણને લગતા કરાર બન્ને દેશો વચ્ચે થઇ શકે છે. સાઉદી અરબ સાથે ટૂંક સમયમાં જ ભારત નૌકાદળનો અભ્યાસ કરશે. છેલ્લા કેટલાક સમયથી સાઉદી અરબ ભારત સાથેની પ્રવૃત્તિઓમાં ઘણો રસ લઇ રહ્યું છે. સાઉદી આતંકવાદ સામેની માહિતી પ્રદાન કરવા અને મની લોન્ડરિંગને રોકવા માટેના પગલાઓને લઇને પણ નિર્ણય લઇ શકે છે. સાઉદી અરેબિયાએ ઘણા આતંકવાદીઓને દેશમાંથી હાંકી પણ કાઢ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.