saudi doctor fighting coronavirus returns home in front of son video
  • Home
  • Featured
  • 5 લાખ લોકોની આંખમાંથી દડ-દડ આંસુ વહ્યાં, સગા બાપ-દિકરાની કોરોનાએ કેવી દુર્દશા કરી નાંખી

5 લાખ લોકોની આંખમાંથી દડ-દડ આંસુ વહ્યાં, સગા બાપ-દિકરાની કોરોનાએ કેવી દુર્દશા કરી નાંખી

 | 6:56 pm IST

કોરોના વાઇરસના કારણે જે લોકોના કામમાં સૌથી વધુ વધારો થયો છે તે લોકોમાં ડોક્ટર, પોલીસકર્મીઓ, મીડિયા કાર્યકરો, સફાઇ કામદારો જેવા લોકો છે. આ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને દુનિયાને બચાવવા માટે નીકળે છે. હજી સુધી આપણને એ પણ ખબર નથી હોતી કે, આપણો દુશ્મન કોરોના ક્યાં છુપાયેલો છે. પરંતુ આ લોકો હજી પણ પોતાની જીંદગી સાથે લડી રહ્યા છે.

આ વચ્ચે એક ખૂબ જ ભાવનાત્મક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેના ઘરે એક ડોક્ટર આવે છે. તેનું માસૂમ બાળક તેને ગળે લગાડવા જલ્દીથી દોટ મૂકે છે. પરંતુ તે તરત જ તેને રોકે છે અને નીચે બેસીને કપાળ પકડી રોવા લાગે છે. માઇન નામના ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું કે, એક સાઉદી ડોક્ટર હોસ્પિટલમાંથી ઘરે આવે છે. તે તેના બાળકને કહે છે કે તે પોતાનાથી દૂર રહે અને પછી તે નીચે બેસી રડવા લાગે છે. ‘ હાલમાાં આ વીડિયો 50 લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન