સાઉદી બિઝનેસ વિઝા ફીમાં ધરખમ વધારો, વેપારી સંબંધો થશે પ્રભાવિત - Sandesh
  • Home
  • World
  • સાઉદી બિઝનેસ વિઝા ફીમાં ધરખમ વધારો, વેપારી સંબંધો થશે પ્રભાવિત

સાઉદી બિઝનેસ વિઝા ફીમાં ધરખમ વધારો, વેપારી સંબંધો થશે પ્રભાવિત

 | 11:22 pm IST

સાઉદી અરેબિયામાં બિઝનેસ વિઝા ફીમાં સાત ગણો વધારો થતાં આશંકા સેવાઇ રહી છે કે દેશના તેલ આધારિત અર્થતંત્રમાં તબદીલી લાવવા જરૃરી વિદેશ રોકાણમાં કદાચ ઘટાડો થશે.જોકે સાઉદીના વરિષ્ઠ અધિકારીઓ આવી આશંકાને ફગાવી રહ્યા છે.તેમનું માનવું છે કે દેશમાં બિઝનેસ પાર્ટનર્સને નવી ફી પણ પરવડશે. ફીનું નવું માળખું આ મહિનાથી અમલમાં આવતાં રિયાધના એક રાજદ્વારીએ જણાવ્યું હતું કે આ ટૂંકાગાળાના દૃષ્ટિકોણ સાથે લેવાયેલો નિર્ણય છે.તેઓ વિદેશી પરનું ભારણ બને તેટલું વધારવા જઇ રહ્યા છે. વિઝા મેળવીને જે કમાણી કરી શકે તેના કરતાં મોટી રકમ કદાચ તેમને ફી પાછળ ખર્ચવી પડશે.

વીતેલા પાંચ વર્ષમાં તેલની આવકોમાં 68 ગણો ઘટાડો થતાં તે આવકને ભરપાઇ કરવા સાઉદીએ બિઝનેસ વિઝા ફીમાં વધારો કર્યો હોવાનું ચર્ચામાં છે.પરંતુ દેશમાં પ્રવેશ માટે ઊંચી ફી લેવાવા લાગતાં લોકો આવશે કે કેમ તે પ્રશ્ન છે.

ગલ્ફ કન્સલ્ટિંગ હાઉસના જનરલ મેનેજર આલા સિયામે કહ્યું હતું કે ઓક્ટોબરથી છ મહિનાના બિઝનેસ કે વર્ક વિઝિટ વિઝાની ફી 3000 રિયાલ ( 800 ડોલર) થઇ છે . આ ફી પહેલાં 400 રિયાલ જ હતી. આ કન્સલ્ટન્સી કંપની 40 જેટલા દેશોમાંથી સાઉદી વિઝા મેળવવા મદદ કરે છે. તેમને હોલિડે વિઝા જોઇતા હોય કે પછી બિઝનેસ વિઝા પરંતુ તમામ વિદેશી માટે સ્થાનિક સ્પોન્સર હોવા જરૃરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન