saurabh-chaudhary-won-gold-in-10m-air-pistol-event-in-issf-junior-world-championship
  • Home
  • Sports
  • Other Sports
  • 16 વર્ષના સૌરભ ચૌધરીએ એશિયાઈ રમતમાં સાધ્યુ ‘ગોલ્ડ’ પર નિશાન, વર્લ્ડ રેકોર્ડ રચ્યો

16 વર્ષના સૌરભ ચૌધરીએ એશિયાઈ રમતમાં સાધ્યુ ‘ગોલ્ડ’ પર નિશાન, વર્લ્ડ રેકોર્ડ રચ્યો

 | 10:21 am IST

16 વર્ષના સૌરભ ચૌધરીએ ગુરૂવારે દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં ચાલતી આઈએસએસએફ જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ચૌધરીએ હાલમાં ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબાંગમાં યોજાયેલી 18મી એશિયાઈ મેચમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો.

જો કે, ચાંગવોનમાં જુનિયર વર્ગમાં પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો અને નવો વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો .સૌરભ ચૌધરીએ પોતાના વર્લ્ડ રેકોર્ડમાં સુધારો કર્યો છે પહેલાં આઇએસએસએફ જૂનિયર વર્લ્ડ કપ ફાઇનલમાં 243.7 ના સ્કોર કર્યો જે વર્લ્ડ રેકોર્ડ હતો. પછી તેમણે ચીન શૂટર વાંગ જેહાઓ દ્વારા સ્થાપિત 242.5નો સ્કોર વર્લ્ડ રેકોર્ડને તોડ્યો હવે 245.5ના સ્કોર દ્વારા સૌરભે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

આ સ્પર્ધામાં સૌરભ ચૌધરીએ કોરિયાના હોજીન લૂમ બીજા સ્થાને રહ્યા. ભારતના અર્જુન સિંહ ચીમાએ બ્રોન્જ મેડલ જીત્યો.ફાઈનલમાં સૌરભ ચૌધરીએ પાંચ શોટ્સની બીજી શૃંખલામાં લીડ મળ્યા બાદ પાછળ ફરીને જોયુ નથી. તેમણે ખુબજ સરળતાથી ગોલ્ડ મેળવ્યો.