Saurabh Patel Press Conference on Renewable Energy Issue in Gandhinagar
  • Home
  • Gandhinagar
  • સૌરભ પટેલે કરી મોટી જાહેરાત, સરકાર આ ક્ષેત્રે કરશે 1 લાખ 20 હજાર કરોડનું રોકાણ

સૌરભ પટેલે કરી મોટી જાહેરાત, સરકાર આ ક્ષેત્રે કરશે 1 લાખ 20 હજાર કરોડનું રોકાણ

 | 4:55 pm IST

રીન્યુએબલ એનર્જી મુદ્દે સૌરભ પટેલે મોટી જાહેરાત કરી છે. ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કરેલી પ્રેસ કોન્ફરન્સ અનુસાર સોલર પેનલથી ઉત્પાદન કરેલી વીજળી ખરીદાશે. તેમજ તેમાં 25 વર્ષ સુધીનો વીજળી કરાર કરાશે.

આ મામલે વિસ્તૃત જાહેરાતમાં તેઓ જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં રીન્યુએબલ એનર્જી પર ભાર મૂકાશે. 1 લાખ કરોડના મૂડી રોકાણ સાથે ત્રણ વર્ષનું આયોજન કરાશે.

7645 મેગાવોટ ઉત્પાદનથી વધીને 22922 મેગાવોટ કરવાનું આયોજન છે. 2022 સુધીમાં 175 ગીગાવોટ પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવા આયોજન છે.

ગુજરાતમાં સોલાર હાઈબ્રીડ પાર્ક બનશે. જેમાં અંદાજે 1 લાખ 20 હજાર કરોડનુ મુડી રોકાણ કરાશે. કચ્છની પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરાશે.

રાજ્ય સરકારની ખરાબાની જમીનમાં 40 વર્ષ માટે ભાડા પટ્ટે અપાશે. પાર્ક માટે આપેલ જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન