Saurashtra black tide caused only one of several in the village, none know the place tidana farmers flock to see ....
  • Home
  • Corona live
  • સૌરાષ્ટ્રના અનેક ગામમાં તીડે કાળો કહેર વરસાવ્યો, જાણો કંઈ કંઈ જગ્યાએ તીડના ઝુંડ દેખાતા ખેડૂતો….

સૌરાષ્ટ્રના અનેક ગામમાં તીડે કાળો કહેર વરસાવ્યો, જાણો કંઈ કંઈ જગ્યાએ તીડના ઝુંડ દેખાતા ખેડૂતો….

 | 2:01 pm IST

ગુજરાતમાં ફરી ખેડૂતો માટે મોટી આફત આવીને પડી છે. આ આફત કોઈ નવી નથી, પરંતુ તે તીડના રૂપમાં આવી છે.સરહદી વિસ્તારોમાં તીડનો આતંક બાદ હવે પહેલી વાર સૌરાષ્ટ્રમાં પણ તીડના ટોળા દેખાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. વઢવાણ તાલુકાના શિયાણી ગામનાં ખેતરોમાં અચાનક તીડના ટોળેટોળા દેખાતા દોડધામ મચી ગઇ છે.

ભાવનગરના વલ્લભીપુરમાં તીડનું આક્રમણ જોવા મળ્યું છે. ભાવનગરના ધરાઈ ગામ, નસીતપુરના વાડીમાં તીડના ઝૂંડ પ્રવેશ્યા છે. ભાવનગરમાં પ્રવેશેલા તીડ સુરેન્દ્રનગર બાજુથી આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.અચાનક તીડ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રાત્રીના સમયે અચાનક આવેલ તીડના ઝૂંડને લીધે પાકને ભારે નુકશાન થયું છે. હાલ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

સુરેન્દ્રનગર પાસે આવેલ લીંબડી અને ધ્રાંગધ્રામાં પણ તીડનો ખતરો જોવા મળી રહ્યો છે. લીંબડીના શિયાણી, ખજેલી ગામમાં તીડનું આક્રમણ જોવા મળ્યું છે. આ સિવાય કંકાવટી સહિતના ગામોમાં તીડે પ્રવેશ કરીને ઉભા પાકને બગડવાનું ચાલું કરી દીધું છે. જેથી ધ્રાંગધ્રાના રણકાંઠાના ગામના ખેડૂતોમા ચિતા વ્યાપી ગઈ છે. તીડને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકશાન જવાની દહેશત સેવાઈ રહી છે. તીડના મુદ્દે ખેડૂતોએ આ અંગે ખેતીવાડી વિભાગને જાણ કરી છે. કોરોના મહામારી બાદ હવે તીડના આક્રમણથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

મોરબીના હળવદમાં પણ તીડ દેખાતા તંત્ર દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રણકાંઠા વિસ્તારમાં દવાનો છંટકાવ ચાલી રહ્યો છે. માલણીયાદ અને ઈશનપુરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ફાયરની ટીમ દ્વારા તીડ સામે દવા છંટકાવની કામગીરી ચાલી રહી છે. રણકાંઠાના ગામના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તીડ મુદ્દે ખેડૂતોની ફરિયાદ બાદ ગત મોડી સાંજથી તંત્ર હાજરપગે છે. ઘટના સ્થળે જિલ્લા ખેતીવાડી અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો પહોંચી ગયો છે. મોરબીના હળવદમાં ચંદ્રગઢ, રણમલપુર, કવાડીયા ,ધણાંદ ગામોમાં તીડ દેખાયા છે.

મહિસાગરમાં પણ ખેડૂતો માટે સંકટ ઉભું થયું છે. મહિસાગર જિલ્લામાં પણ તીડનું આક્રમણ જોવા મળ્યું છે. મહિસાગરના ખાનપુર તાલુકાની સરહદે તીડે આક્રમણ કર્યું છે. TDOએ ખેડૂતો સાથે બેઠક કરીને યોગ્ય નિરાકરણ લાવવા પગલા ભરાઈ રહ્યા છે. તંત્ર દ્વારા હાલ દવા સહિતનો સામાન ગામોમાં પહોંચાડાયો છે. ખાનપુર તાલુકા વિકાસ અધિકારી અને ગામ સેવક દ્વારા તીડને રોકવા હાલ રાત્રીના સમયે ગામના સરપંચ અને ખેડૂતો સાથે મિટિંગ શરૂ કરાઇ છે. ખાનપુર તાલુકા સરહદી વિસ્તારના ગામમાં આવતીકાલ સુધીમાં તીડનું આગમન થાય તેવી શકયતા છે. ખાનપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા દવા ટેન્કર ટ્રેકટર સહિતનો સામાન હાલ સરહદી વિસ્તારના ગામમાં પહોંચાડ્યો છે.

કચ્છના ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં પણ તીડ દેખાયા છે. કચ્છના બંધડી નેર બાનિયારી કડોલમાં તીડ દેખાયા છે. ખેતીવાડી અને તીડ નિયંત્રણ વિભાગે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તીડ દેખાતા ખેતીવાડી અને તીડનિયંત્રણ વિભાગે તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાતનું આક્રમણ થયું છે. જીલ્લાના સરહદી વિસ્તારમાં તીડના ઝુંડનો આક્રમણ થતાં ખેડૂતોમાં ચિંતા છે. તીડના આક્રમણના સમાચાર મળતા જ ખેતીવાડી વિભાગ તેમજ તીડ કંટ્રોલ વિભાગ કંટ્રોલ ની કામગીરી માટે કામે લાગ્યું છે. પાકિસ્તાનથી જેસલમેર આવેલું તીડનું ઝુંડ બનાસકાંઠાની સીમામાં પ્રવેશ્યું છે. થરાદના લવાણા અને ખારાખોડા ગામમાં તીડના ઝુંડ દેખાતા ખેડૂતો મુશ્કેલીમાં છે.

પરંતુ રાહતના સમાચાર એ છે કે તીડના ઝુંડનું પ્રમાણ નાનું હોવાથી તીડ કંટ્રોલ વિભાગ અત્યારે તીડ કંટ્રોલની કામગીરીમાં લાગી છે. જે વિસ્તારમાં તીડ આવ્યા છે તે વિસ્તારમાં અત્યારે ભારત સરકારની કંટ્રોલ વિભાગ દ્વારા દવાનો છંટકાવ થઈ રહ્યો છે. તીડ કંટ્રોલ કરી તેઓ આગળ ન વધે તે માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. તીડ પાકિસ્તાનમાંથી રાજસ્થાન અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા. આ તીડ ખૂબ ઓછા પ્રમાણમાં હોવાથી અગાઉની જેમ પાક ને મોટું નુકસાન થાય તેવી શક્યતા નહિવત છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક બાદ એક કુદરતી આફતો ખેડૂતો વેઠી રહ્યા છે. અત્યારે આવેલું તીડનું ઝુંડ અપરિપક્વ તેમજ ઓછું હોવાથી ખેડૂતોને નુકસાનની શક્યતા નહિવત છે. ત્યારે ખેડૂતો કુદરત પાસે એક જ અપેક્ષા કરી રહ્યા છે કે વારંવાર કુદરતી આપત્તિનો ભોગ બનતા આ ખેડૂતોને કુદરત જ આવે બચાવે.

અત્રે નોંધનીય છે કે, રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતાં તીડનું સંકટ હજુ ટળ્યું નથી, ત્યાં તો બીજી શક્યતાએ બારણે દસ્તક દીધી છે. તીડ નિયંત્રણ વિભાગે આપેલા એલર્ટ મુજબ, આગામી જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં રાજસ્થાન કે પાકિસ્તાન તરફથી નહીં પરંતુ સોમાલીયા તરફથી તીડના ઝુંડનું આક્રમણ થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. વિભાગના મતે થોડા દિવસ પહેલા ગુજરાતથી 1000 કિલોમીટર દૂર સોમાલીયામાં તીડનું ઝુંડ દેખાયું છે.

આ પણ જુઓ વીડિયો: રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન