Saurashtra Gadhada seat Congress candidates ready for by-elections!, discuss these 5 possible names
  • Home
  • Featured
  • સૌરાષ્ટ્રની ગઢડા બેઠક પર પેટાચૂંટણી માટે કોંગ્રેસના મુરતિયાઓ તૈયાર!, આ સંભવિત 5 નામની ચર્ચા

સૌરાષ્ટ્રની ગઢડા બેઠક પર પેટાચૂંટણી માટે કોંગ્રેસના મુરતિયાઓ તૈયાર!, આ સંભવિત 5 નામની ચર્ચા

 | 2:32 pm IST

ગુજરાત વિધાનસભાની 8 પેટાચૂંટણીઓ માટે જે ઘડીની રાહ જોવાઈ રહી હતી, તે ક્ષણ આખરે આવી ગઈ છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીઓ માટે મતદાન થશે અને 10 નવેમ્બરે મતગણતરી થશે. બીજી બાજુ પેટાચૂંટણીઓની જાહેરાત સાથે જ ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ એક્શનમાં આવી ગઈ છે, અને 8 બેઠકો પર ઉમેદવારો શોધવા માટે લોબિંગ ચાલું કરી દીધું છે.

સૌરાષ્ટ્રની ગઢડા બેઠક પર ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ કોને મેદાને ઉતારશે આ સવાલ વચ્ચે આજે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રની 5 બેઠકો પર પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ તૈયાર છે ત્યારે પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયત શરૂ થઈ ગઈ છે. ગઢડા વિધાનસભા પેટા ચૂંટણી અંગે આજે કોંગ્રેસની એક બેઠક હતી. જેમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસે ગઢડા બેઠક પર સંભવિત 5 નામની શોધી નાંખ્યા છે અને તેના પર વિચારણા ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીની કોંગ્રેસની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં કોંગ્રેસે સંભવિત નામોના હકારાત્મક અને નકારાત્મક પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગઢડા બેઠક માટે સંભવિત પાંચ નામો પર ચર્ચા થઈ હતી. જેમાં જગદીશ ચાવડા, પૂર્વ મંત્રી મોતીભાઈ ચાવડાના દીકરા, ડી જે સોસા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ મોહનભાઇ સોલંકી, એસસી સેલ પ્રમુખ નટુભાઇ ચાવડા પુર્વ સનદી અધિકારીના નામ પર ચર્ચા થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રની ધારી, મોરબી, લીંબડી, ગઢડા પર પેટાચૂંટણી કચ્છના અબડાસામા વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે.

આ પણ જુઓ વીડિયો: અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન