Saurashtra In Stopped rains, now a hurricane of misery, over 200 villages
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સૌરાષ્ટ્રમાં વરસાદનો વિરામ, હવે વેદનાનું વાવાઝોડું, 200થી વધુ ગામડામાં ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ

સૌરાષ્ટ્રમાં વરસાદનો વિરામ, હવે વેદનાનું વાવાઝોડું, 200થી વધુ ગામડામાં ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ

 | 8:02 am IST
  • Share

  • ૪૬ ડેમો છલકાતાં ગાંડીતૂર નદીઓનાં પાણીથી હજુ જામનગર, જૂનાગઢના અનેક ગામો સંપર્કવિહોણા
  • ૨૦૦થી વધુ ગામડામાં ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ ઃ કોઈ સહાય મળી નથી

સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી વરસાદે વિરામ લીધો છે પરંતુ તારાજીના કારણે વેદનાનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. છલકાયેલા ૪૬ જળાશયો અને ગાંડીતૂર નદીઓના પૂરથી ૧૨૬ માર્ગાે હજૂ બંધ છે, રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાના ૨૦૦થી વધુ ગામડામાં ભારે તારાજી થઈ છે, જ્યાં હજૂ કોઈ સહાય ન મળતા ગ્રામજનો માટે ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ છે.

રાજકોટના લોધીકા તાલુકામાં ૨૦ ઈંચ વરસાદે ભયંકર તબાહી સર્જી હતી. લોધિકડી ડેમ તુટતા કોઠા પિપળીયા, ચાંપાબેડા, નોંઘુ પિપળીયા, કાલંભડી નોંધણચોરા ગામમાં ખાનાખરાબી થઈ છે ત્યા હજુ પણ ગ્રામજનોના આંસુ લુછવા કોઈ નેતા કે અધિકારી પહોંચ્યો નથી.જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે પરંતુ હજૂ પૂરના પાણી ઓસર્યા નથી. ૪૫ ગામોમાં હજૂ પાણી ભરાયેલા છે. જિલ્લાના ૩૧ રસ્તા હજૂ બંધ છે.

દેવકા નદીના પૂરથી તારાજ વેરાવળની સોસાયટીઓમાં ભારે તારાજી જોવા મળી છે. ગડુ સુધીના માર્ગ ઉપર ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે. મેંદરડા, માળિયા હાટીના, કેશોદ ગ્રામ્ય પંથકમાં ખેતરો ધોવાઈ ગયા છે. જામનગર શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ હવે ઠેર-ઠેર ગંદકીથી રોગચાળાની ભીતિ સર્જાઈ છે.

લોકોને જંગી નુકસાની ગઈ છે. આજે પણ જનજીવન ઉપર તેની અસર વર્તાતી હતી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં પાક ધોવાઈ ગયો છે. ધુંવાવ, સમાણા, ધ્રાફા સહિતના ગામોમાં કાચા મકાનો ધોવાઈ ગયા બાદ ગ્રામજનો નિરાધાર બની ગયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો