Rain In Some Region of Saurashtra
  • Home
  • Featured
  • સૌરાષ્ટ્રના સમુદ્રમાં લો પ્રેશરની શકયતાએ કેટલાંક વિસ્તારોમાં તોફાની વરસાદ પડયો

સૌરાષ્ટ્રના સમુદ્રમાં લો પ્રેશરની શકયતાએ કેટલાંક વિસ્તારોમાં તોફાની વરસાદ પડયો

 | 7:47 am IST

ભાદરવાના અંતિમ ચરણમાં તીવ્ર ગરમી વચ્ચે વાતાવરણમાં પલ્ટો સર્જાતા એકાએકદ વરસાદ પડ્યો હતો. ગઇકાલે મોડી સાંજે અમરેલી જિલ્લામાં અચાનક હવામાન પલટો આવતા મીની વાવાઝોડું ફૂંકાતા ભારે અફડાતફડી મચી ગઇ હતી અને એ પછી વરસાદ આવતા ધારી નજકીન છતડિયા ગામે ધોધમાર એક ઇંચ વરસાદ પડ્યો હતો.

જ્યારે અમરેલીમાં પોણો ઇંચ, ચલાલામાં અડધો ઇંચ, અને બાબરામાં તેમજ ધારીમાં ભારે ઝાપટાં વરસ્યા હતા. વરસાદ દરમ્યાન અમરેલીમાં બે ફીડર બંધ થવાથી વીજ પુરવઠો કલાકો સુધી ગુલ થઇ ગયો હતો. સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. પરંતુ હવામાન વિભાગે અરબસાગરમાં 6 થી 8 તારીખ વચ્ચે લો પ્રેશન સર્જાવાની શકયતા દર્શાવી છે. લો પ્રેસરના લીધે અરબ સાગરમાં તોફાન કે ચક્રવાત સર્જાઇ શકે છે. આથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયામાં ના જવાની આગમચેતીથી સૂચના આપી છે.

વરસાદી વાતાવણ રચાયા બાદ આજે સાંજના ભારે પવન અને વાઝડી સાથે વરાસદ આવતા અમરેલીમાં કયાંક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા તેના લીધે ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. બાબરા અમરેલી રોડ પર વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બંધ થઇ ગયો હતો.

અરબી સમુદ્રમાં 36 કલાક બાદ ડીપ્રેશન સક્રિય થવાની સંભાવના
અરબી સમુદ્રમાં 36 કલાક બાદ ડીપ્રેશન સક્રિય થવા જઇ રહ્યું છે. આ ડિપ્રેશન બન્યા બાદ ઉતર- પશ્ચિમ તરફ ડીપ્રેશન સિસ્ટમ આગળ વધશે. ત્યારબાદ ડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડુ વધુ તીવ્ર બની ઓમાનના દરિયા કિનારા તરફ આગળ વધશે. તમને જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સિસ્ટમના કારણે ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે.