Saurashtra University Cancelled exam started on 25 june
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, 25 જૂનથી શરૂ થતી પરીક્ષા રદ કરાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, 25 જૂનથી શરૂ થતી પરીક્ષા રદ કરાઈ

 | 9:33 pm IST
  • Share

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટીઓ દ્વારા ફરીથી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ 25 જૂનથી પરીક્ષા લેવાનું આયોજન કરાયું હતું. પણ પરીક્ષાને લઈ ભારે વિરોધ ઉઠતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. હવે પછીની નવી તારીખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે.

NSUI દ્વારા આગામી 25 જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવતા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ‘અમારે ડીગ્રી સર્ટિફિકેટ જોઈએ ડેથ સર્ટિફિકેટ નહીં’ અને ‘છાત્ર હૈ ટેસ્ટિંગ કીટ નહી’ સહિતના બેનરો સાથે યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. NSUI અને અન્ય વિદ્યાર્થીઓએ પરીક્ષા પાછી ઠેલવા અનેક રજૂઆતો કરી હતી.

NSUIએ માંગ કરી હતી કે પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવે અથવા તો માસ પ્રમોશન આપવામાં આવે. NSUIની માંગના પગલે મોડિ સાંજે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આગામી સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે. જો કે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવતાં વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ 3 મહિના સુધી સ્કૂલ સંચાલકો ફી મુદ્દે દબાણ નહીં કરી શકે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન