Saurashtra University students now able too see certificate on Online
  • Home
  • Featured
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લઈ લીધો મહત્વનો નિર્ણય, હવે ઓનલાઇન મળશે આ સુવિધા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લઈ લીધો મહત્વનો નિર્ણય, હવે ઓનલાઇન મળશે આ સુવિધા

 | 6:55 pm IST

રાજકોટ- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિગ્રી અને રિઝલ્ટ વેરિફિકેશન હવે વિદ્યાર્થીઓને ધક્કા નહીં ખાવા પડે. મળતી માહિતી મુજબ લગભગ 27,800 વિદ્યાર્થીઓનું ડિગ્રી સર્ટિફિકેટ ડિજીટલી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉપરાંત એવી માહિતી મળી છે કે નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં યુનિવર્સિટી(NAD)ની નોંધણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ડિગ્રી અને રિઝલ્ટ વેરિફિકેશન માટે હવે ધક્કા ખાવાની જરૂર નથી તેઓ હવે ક્યુઆર કોડ નાખીને જ ઓનલાઈન ડિગ્રી જોઈ શકશે. વિદ્યાર્થી ડિગ્રી સર્ટિફિકેટનું ઓનલાઈન વેરિફિકેશન પણ કરાવી શકશે.

આ સાથે હવે વિશ્વના કોઈ પણ ખૂણે થી છાત્રો ડીગ્રી સર્ટીફીકેટનું ઓનલાઈન વેરિફિકેશન કરાવી શકશે. મળતી માહિતી મુજબ આગામી સમયમાં 10 વર્ષનો ડેટા અપલોડ કરવવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે કાર્યવાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન