Saurashtra's 34 dam high alert, 12 dam alert, 216 villages warned
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એક જ રાતમાં સૌરાષ્ટ્રમાં જળ સંકટ: 34 ડેમ હાઈએલર્ટ પર, 12 ડેમ એલર્ટ, 216 ગામને અપાઈ ચેતવણી

એક જ રાતમાં સૌરાષ્ટ્રમાં જળ સંકટ: 34 ડેમ હાઈએલર્ટ પર, 12 ડેમ એલર્ટ, 216 ગામને અપાઈ ચેતવણી

 | 6:49 am IST
  • Share

  • ભારે વરસાદના કારણે ૪૬ ડેમ ૭૫થી૧૦૦ % ભરાઈ જતા
  • ૩૨ ડેમમાં ૧ાાથી ૧૪ ફૂટ સુધી ધીંગી પાણીની આવક ઃ ભાદર ડેમ ૭૦ ટકા ભરાયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે એક જ રાતમાં સૌરાષ્ટ્રનું જળ સંકટ તણાઈ ગયું છે રાજકોટ-જેતપુર-ગોંડલને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે તદપરાંત સૌરાષ્ટ્રના ૭ જિલ્લાના ૮૧ ડેમમાંથી ૩૪ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જયારે ૧૨ ડેમ ૭૫થી ૯૪ ટકા ભરાઈ જતા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને ડેમ હેઠળવાસના ૨૧૬ ગામોને ચેતવણી આપવામાં આવી છે.

રાજકોટ સિંચાઈ હસ્તકના ૨૫ ડેમમાંથી ૧૩ ડેમ એક જ રાતમાં છલકાઈ ગયા છે તેમાં મોજ, ફોફળ, વેર્ણુ-ર, આજી-ર, સોડવદર, વાછપરી, વેરી, ન્યારી-ર, મોતીસર, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી-૧-ર ડેમનો સમાવેશ થાય છે.

છેલ્લા ર૪ કલાકમાં ભાદર ડેમમાં ૬.૫૬ ફૂટ ધીંગા પાણીની આવક થતા ડેમની સપાટી ૨૯.૩૦ ફૂટે પહોચી ગઈ છે. જયારે સુરવોમાં ૧૧.૪૮, ડોંડીમાં ૧૪.૧૧, ગોંડલીમાં ૧૨.૧૪, ન્યારી-૧માં ૪.૧૦, ઈશ્વરીયામાં ૦.૬૬, ભાદર-રમાં ૧૦.૫૦, મચ્છુ-૧માં ૧૦.૭૯, મચ્છુ-રમાં ૦.૯૮, ડેમી-૧માં ૬.૩૦.

ડેમી-રમાં ૬.૪૦, ડેમી-૩માં ૧૩.૬૨, સસોઈમાં ૧૨.૨૪, પન્નામાં ૨.૬૬, ડાઈમીણસારમાં ૧.૫૧, આજી-૪માં ૬.૧૦, રૂપાવટીમાં ૧૦.૯૯, સસોઈ-રમાં ૬.૫૬,ઘી ડેમમાં ૦.૬૬, વર્તુ-રમાં ૧૧.૮૧, શેઢા ભાડથરીમાં ૦.૮૨, વેરાડીમાં-૧માં ૧.૨૧, સીંધણીમાં ૪.૯૨, વેરાડી-રમાં ૩.૨૮, મીણસારમાં ૦.૯૮, ભોગાવો-૧માં ૦.૭૯, ભોગાવો-રમાં ૦.૩૦, લીંબડીમાં ૦.૩૩, ફલકુમાં ૧.૬૪, ત્રિવેણીઠાંગામાં ૦.૩૩ અને સાકરોલીમાં ૧૦.૩૦ ફૂટ નવા પાણીની આવક થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન