Saurastra's famour Kaju Gathiya shak recipe
  • Home
  • Featured
  • કાઠિયાવાડનું પ્રખ્યાત કાજુ ગાઠિયાના શાકની રેસિપી જોઈ મોંમા પાણી આવી જશે

કાઠિયાવાડનું પ્રખ્યાત કાજુ ગાઠિયાના શાકની રેસિપી જોઈ મોંમા પાણી આવી જશે

 | 1:57 pm IST

કાઠિયાવાડનું જમણ તો સ્વર્ગ યાદ અપાવી દે તેવું છે. તેની વિવિધ રેસિપી જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. ત્યારે કાઠિયાવાડમાં ઘર ઘરમાં ફેમસ કાજુ ગાઠિયાના શાકની રેસિપી આજે અમે તમને બતાવીશું. આ રેસિપી જોઈને તમને સૌરાષ્ટ્રના ધાબા પર મળતું કાજુ ગાંઠિયાનું શાક યાદ આવી જશે.

બનાવવા માટેની સામગ્રી

100 ગ્રામ કાજુ
150 ગ્રામ મરીના ગાઠિયા
5 નંગ ટામેટાની પ્યુરી
2 મધ્યમ કદની ડુંગળી બારીક સમારેલી
12 મોટી કળી લસણ બારીક સમારેલું
2 મોટા ચમચા આદુ-મરચાં-કોથમીરની પેસ્ટ
1/2 ચમચી હળદર
1 કે 1/2 ચમચી લાલ મરચા પાવડર
1/2 ચમચી ધાણા જીરું પાવડર
1 ચપટી હિંગ
જરૂર મુજબ તેલ
1 ચમચી ઘી
સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

– નોનસ્ટિકમાં ઘી ગરમ કરીને તેમાં ધીમી આંચ પર કાજુ શેકી લો. તે આછા ગુલાબી રંગના થાય એટલે ગેસ બંધ કરીને વાડકીમાં કાઢી લો.
– હવે એ જ કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી સાંતળો. ડુંગળી બરાબર લાલ થાય ત્યાર બાદ તેમાં લસણ, આદુ-મરચાં-કોથમીરની પેસ્ટ ઉમેરી તેને ફરીથી સાંતળો. હવે તેમાં હિંગ ઉમેરો.
– બધી સામગ્રી બરાબર સાંતળીને થઈ જાય એટલે તેમાં મસાલાઓ ઉમેરી દો. થોડી વાર તેને હલાવતા રહો.
– આ મિશ્રણમાં હવે ટામેટાની પ્યુરી એડ કરીને, ઉપરથી થોડુંક પાણી રેડો.
– ગ્રેવી બરાબર બની જાય, એટલે તેમાં કાજુ ઉમેરી દો.
– આ મિશ્રણ બરાબર બને એટલે છેલ્લી બે મિનીટ પહેલા તેમાં મરીના ગાઠિયા ઉમેરી દો. બે મિનીટ શાકને ચઢવા દો.
– બસ તૈયાર છે તમારું કાજુ ગાઠિયાનું શાક. તેને બાજરીના ભાખરી સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.