'બેટી બચાવો, બેટી ભણાવો' અભિયાન પહોંચ્યું બ્રિટન - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • ‘બેટી બચાવો, બેટી ભણાવો’ અભિયાન પહોંચ્યું બ્રિટન

‘બેટી બચાવો, બેટી ભણાવો’ અભિયાન પહોંચ્યું બ્રિટન

 | 4:07 pm IST

ભારત સરકારે છોકરીઓની ઘટતી જતી સંખ્યા સામે ‘બેટી બચાવો, બેટી ભણાવો’ અભિયાન લોન્ચ કર્યું છે. 11મી જૂને આ અભિયાનના પડઘા છેક બ્રિટનમાં પણ પડ્યા હતા. 11મી જૂને લગભગ 100 જેટલી ભારતીય મહિલાઓમાં મોટાભાગની ગુજરાતી મહિલાઓના જૂથે લંડનથી લેસેસ્ટર સુધી 416 કિ.મીની લાંબી રેલી કાઢી હતી. જેમાં તેમણે ‘બેટી બચાવો, બેટી પઢાવો’નો મેસેજ આપ્યો હતો. આ રેલીનું નામ ‘સારી ઇન અ ગાડી’ રાખવામાં આવ્યુ હતું. આ રેલીનું નેતૃત્વ મૂળ નવસારીના ભારુલતા કાંબલેએ કર્યું હતું. તેઓ અગાઉ યુ.કેથી ઇન્ડિયા 32 દેશોમાં ફરતા-ફરતા, 32,000 કિલોમીટર એકલા ડ્રાઈવ કરીને આવ્યા હતા.

આ અંગે મીડિયા સાથે વાત કરતાં કાંબલેએ જણાવ્યું કે બેટી બચાવોનો સંદેશ એ મારા હૃદયની ખૂબ જ નજીક છે. એવું માની લેવામાં આવે છે કે ભારતીય મહિલાઓ એડવેન્ચરમાં ખાસ સક્રિય નથી હોતી. અને હું મારી જર્નીથી આ પૂર્વધારણાને તોડવામાં સફળ રહી છું તેની મને ખુશી છે.

આ રેલીમાં લંડનના ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રધ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. રેલી નીસડન, લંડનમાં આવેલા BAPS મંદિરથી શરૂ થઈને લેસેસ્ટરના સ્વામિનારાયણ મંદિર પર અટકી હતી.