ચાલતી ટ્રેનમાં લપસ્યો બાળકીનો પગ, આ રીતે બચાવ્યો જીવ-જુઓ VIDEO - Sandesh
NIFTY 10,464.25 +33.90  |  SENSEX 34,522.57 +177.66  |  USD 68.3500 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ચાલતી ટ્રેનમાં લપસ્યો બાળકીનો પગ, આ રીતે બચાવ્યો જીવ-જુઓ VIDEO

ચાલતી ટ્રેનમાં લપસ્યો બાળકીનો પગ, આ રીતે બચાવ્યો જીવ-જુઓ VIDEO

 | 11:23 am IST

તાજેતરમાં બનેલી આ ઘટનાનો રેલવે મંત્રી પીયૂષ ગોયલે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે અને મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સના વખાણ કર્યો છે. મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સેના સૈનિકે એક બાળકીનો જીવ બચાવ્યો છે.

મુંબઇના મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચઢવા જતા એક બાળકી લપસી પડી હતી. બાળકી ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતી હતી તે સમયે તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ઘણી જગ્યા હોવાથી બાળકીનો પગ લપસ્યો અને નીચે પડી ગઇ હતી. કેટલીક સેકન્ડોમાં લપસ્યા બાદ, તે ટ્રેન નીચે જવા લાગી. તે જ સમયે મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સેના સૈનિકે વિલંબ કર્યા વગર બાળકીને હાથ પકડી ખેંચી લીધી અને મોટો અકસ્માત થતા બચી ગયો.
આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલ સીસીટીવીમાં કેદ થઇ છે. તેમજ આ વીડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.