બધાઈ હો લડકી મિલ ગઈઃ સલમાન - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS

બધાઈ હો લડકી મિલ ગઈઃ સલમાન

 | 12:49 am IST

કેટલાક સ્ટાર્સ કંઈપણ કરે અને ઘણા કિસ્સાઓમાં તો કંઈ ન પણ કરે તો એ ન્યૂઝ બની જતા હોય છે. દા.ત. અમિતાભ બચ્ચન મંદિરે જાય તો સમાચાર બને અને ન જાય તો પણ સામાચાર બની જાય. સલમાનખાનનું પણ એવું જ છે. એ કંઈપણ કરે અથવા કહે તો તરત એના સમાચાર સિનેજગતમાં આગની જેમ ફરી વળે છે.

તાજેતરમાં જ સલમાન ખાને એક ટ્વિટ કરીઃ વધામણા! છોકરી મળી ગઈ છે. અંગ્રેજી અક્ષરોમાં હિન્દી ભાષામાં તેણે લખ્યું હતું, બધાઈ હો લડકી મિલ ગઈ હૈ. તરત જ સોશિયલ મીડિયા પર વળતા જવાબોની સુનામી સર્જાઈ ગઈ. બધાઈ હો ભાઈજાન, આખિર આપ કો લડકી મિલ હી ગઈ!

બધાઈ હો, ભાઈ જાન લડકી હૈ યા ઔરત?

બધાઈ હો, બિના શાદી કે લડકી મિલ હી ગઈ!

સલમાન ખાને જોયું કે આ તો ગાડી આડેધડ કોઈપણ લાઈન પર જઈ રહી છે. લોકો પોતપોતાની રીતે મનફાવતો અર્થ કરી રહ્યા છે, અનર્થ પણ કરી રહ્યા છે એટલે એણે બે જ કલાકમાં ફરી ટ્વિટ કર્યું. આયુષ શર્મા જિસ ફિલ્મ સે લોન્ચ હો રહા હૈ, ઉસ ફિલ્મ કે લિયે લડકી મિલ ગઈ હૈ.

આયુષ શર્મા સલમાન ખાનની બહેન અર્િપતાનો પતિ એટલે કે સલમાન ખાનનો બનેવી છે. એને હીરો તરીકે ચમકાવવા માટે સલમાન લવરાત્રિ નામની ફિલ્મ બનાવી રહ્યો છે. એ ફિલ્મ માટે હિરોઈનની ભુમિકા માટે લાંબા સમયથી યોગ્ય છોકરીની શોધ ચાલી રહી હતી. એ શોધ પુરી થઈ છે. વરીના નામની છોકરી હિરોઈન તરીકે પસંદ કરી લેવામાં આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિરાજ મીણાવાલા કરી રહ્યો છે. તે જાણીતા દિગ્દર્શક અલી અબ્બાસસ ઝફરનો સહાયક રહી ચૂક્યો છે. આ દિગ્દર્શક તરીકે તેની પહેલી ફિલ્મ હશે. સલમાન ખાને સુલતાનના સેટ ઉપર અભિરાજને કામ રતાં જોયો હતો. તેને એ ત્યારે જ ગમી ગયો હતો.

અગાઉ એવા સમાચાર મળ્યા હતા કે સૈફ અલીખાનના પહેલા લગ્નથી જન્મેલી પુત્રી સારા અલીખાન આ ફિલ્મમાં હિરોઈન તરીકે ચમકશે, પરંતુ પછીથી એ વાત આગળ વધી જ નહોતી. પછીથી સમાચાર આવ્યા કે એ અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથમાં સુશાંત સિહ રાજપુત સાથે ચમકી રહી છે. અને સલમાનની લવરાત્રિમાં હિરોઈન તરીકે વરીના ચમકી રહી છે.