Sawan Purnima Try These Totke on Raksha Bandhan for Money
  • Home
  • Astrology
  • શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધન પર અજમાવી જુઓ આ ટોટકા, સમૃદ્ધિ પગમાં આળોટશે

શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધન પર અજમાવી જુઓ આ ટોટકા, સમૃદ્ધિ પગમાં આળોટશે

 | 10:02 am IST

રક્ષાબંધન અને શ્રાવણી પૂર્ણિમા આપણા શાસ્ત્રોમાં ખુબજ મહત્વ ધરાવે છે કેમેક આ દિવસ પવિત્ર ભાઈ-બહેનનો તહેવાર છે. સાથે સાથે આ વર્ષે તો સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ થઈ રહી હોવાથી દેશ ભક્તિનો એક રંગ પણ ઉમેરાશે. આજના પાવન દિવસે ભાઈ અને બહેન આ પવિત્ર દિવસની ઉજવણી કરશે તો બ્રાહ્મણો જનોઈ બદલશે. સાથે સાથે શ્રાવણી પૂનમ હોવાથી જાણેકે આ વર્ષે તો સોનામાં સુગંધ ભળી ગઈ છે.

આ પણ વાંચો: આ વર્ષે ભદ્રામુક્ત રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું ક્યારે છે શુભમુહૂર્ત

આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે શાસ્ત્રોમાં પૂનમ અને અમાસનું વિશેષ મહત્વ રહેલુ છે. અમાસ અને પૂનમને હિન્દુ પરંપરાઓમાં ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૂર્ણિમાનો સીધો સંબંધ માતા લક્ષ્મીજી સાથે રહેલો છે. આ દિવસે કેટલાક ટોટકા જો કરવામાં આવે તો માતા લક્ષ્મીજી તમારે ત્યાં રૂમઝુમ પગલે આવીને કાયમી નિવાસ કરે છે.

ગુરૂવારે રક્ષાબંધન સમૃદ્ધિ માટે કરો આ ઉપાય
આ વખતે શ્રાવણી પૂનમ પર વિશેષ યોગ બની રહ્યો છે ગુરૂવાર હોવાથી આ દિવસ ખુબજ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓને નિવારી શકશો. આ દિવસે પિતૃ દોષ અને ગ્રહોને દોષ મુક્ત તેમજ તેના અશુભ પ્રભાવથી બચી શકશો. ચણાની દાળ, પીળુ ચંદન, પીળા વસ્ત્રનું દાન કરવાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

માતા લક્ષ્મીના પ્રાપ્ત થાય આશિષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શ્રાવણની પૂર્ણિમાના દિવસે સવારે પીપળાના વૃક્ષને જળ ચડાવો. પીપળે પાણી રેડવાથી પિતૃ તર્પણ થાય છે અને માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. સૌભાગ્યની વૃદ્ધિ થાય છે આ ઉપાય કરવાથી ચોક્કસ ફળની પ્રાપ્તિ થશે.

ગરીબાઈ દૂર કરવાના ઉપાય
રક્ષાબંધને 11 કુંવારી કન્યાઓને હળદરનો લેપ લગાડી પૂજા કરી યથા શક્તિ દાન દક્ષીણા આપવી જોઈએ. બ્રાહ્મણને સિધુ આપવાથી પણ ખુબજ લાભ મળે છે. આ સિવાય ભોલેનાથના મંદિરે કેળાનો પ્રસાદ ચડાવવો જોઈએ. પૂજા કર્યા પછી એક કોડીને લાલ કપડામાં વીંટાળી તિજોરીમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને લક્ષ્મીદેવી કાયમી તમારે ત્યાં નિવાસ કરશે.

રક્ષાબંધન પર કરો સમૃદ્ધિ મેળવવા માટે આ ઉપાય
ખીર બનાવી દેવી લક્ષ્મીજીને પ્રસાદ તરીકે ધરાવો ત્યારબાદ ઘરના તમામ લોકોને આ પ્રસાદ આપો. ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને પણ ખીર ખવડાવો. એવી માન્યતા છે કે આનાથી તમામ કષ્ટો દુર થઈ જશે. આ ઉપાયથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

આ Video જુઓ: દર્શન કરો બનાસકાંઠાના વિરેશ્વર મહાદેવના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન