SBI Alert to customer for ATM cum Debit card will be closed after 31st dec
  • Home
  • Business
  • દેશની સૌથી મોટી બેંક SBIએ કરી મહત્વની જાહેરાત, 31 ડિસેમ્બરથી આ કાર્ડ થઈ જશે બંધ!

દેશની સૌથી મોટી બેંક SBIએ કરી મહત્વની જાહેરાત, 31 ડિસેમ્બરથી આ કાર્ડ થઈ જશે બંધ!

 | 6:26 pm IST

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) એ એક મહત્વની જાહેરાત કરી તેના એકાઉન્ડ હોલ્ડર્સને એલર્ટ કર્યા છે. એસબીઆઈએ તેના ગ્રાહકોને જણાવ્યું છે કે 31 ડિસેમ્બરથી તેના કેટલાક ATM કમ ડેબિટ કાર્ડ બંધ થઈ જશે. તેથી કાર્ડને બદલવા માટે ગ્રાહક ત્વરિત ધોરણે બેંકની મુલાકાત લે. જો એવું ના કરવામાં આવ્યું તો એવા ગ્રાહકોના કાર્ડથી લેણદેણ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.

આ કાર્ડ થઈ જશે બંધ:

મીડિયા રિપોર્ટ મુજબ SBIએ જણાવ્યું કે બેંકે હાલ ચાલી રહેલા તેના મેગનેટિક સ્ટ્રાઇપ ડેબિટ કાર્ડને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 1લી જાન્યુઆરી 2020થી માત્ર ઇએમવી ચિપ અને પિનવાળા કાર્ડ જ ઉપયોગ થઈ શકશે. ભારતીય રિઝર્વ બેંકના આદેશ મુજબ આવું કરવું ફરજીયાત છે. આદેશ મુજબ, ભારતમાં ચાલી રહેલા દરેક બેંકોએ મેગનેટિક સ્ટ્રાઇપવાળા ડેબિટનો પ્રયોગ આ વર્ષના અંત સુધી સંપૂર્ણ રીતે બંધ કરવો આવશ્યક છે.

રિપોર્ટ પ્રમાણે ફ્રોડથી બચવા માટે બેંકોને આરબીઆઈથી આ આદેશ મળ્યા છે. તેથી હવે મોટભાગે નવા ગ્રાહકોને ઇએમવી ચિપવાળા ડેબિટ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. નવા આદેશ મુજબ જે લોકો પાસે મેગનેટિક સ્ટ્રાઇપ વાળા ડેબિટ કાર્ડ છે તેઓ 31 ડિસેમ્બર બાદ કાર્ડથી રૂપિયાનું લેણદેણ નહીં કરી શકે.

આ રીતે બદલી શકશો કાર્ડ:

SBIએ જણાવ્યું કે ગ્રાહકોને કાર્ડ બદલવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો નહીં પડે. આ માટે ગ્રાહક ઇન્ટરનેટ બેંકિંગ, યોનો એપ અને નજીકની બેંક બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. જો ગ્રાહક પાસે કોઈ પણ પ્રકારે ચાર્જ વસૂલવામાં આવે તો તે રિફંડ માટે પણ અરજી કરી શકે છે. ઉપરાંત પ્રક્રિયા દરમિયાન ગ્રાહકનું એડ્રેસ પણ અપડેટેડ હોવું જરૂરી છે.

આ વીડિયો પણ જુઓ: પરીક્ષામાં ગેરરીતિ અને દુષ્કર્મ મામલે પ્રદીપસિંહનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન