SBI alerts customer to beware from cyber criminals
  • Home
  • Business
  • ‘કોરોના’ સામેની જંગ વચ્ચે SBIએ ગ્રાહકોને કર્યા સાવધાન! એકાઉન્ટ થઈ શકે છે ખાલી

‘કોરોના’ સામેની જંગ વચ્ચે SBIએ ગ્રાહકોને કર્યા સાવધાન! એકાઉન્ટ થઈ શકે છે ખાલી

 | 11:31 am IST

ચીનથી ફેલાયેલ કોરોના વાયરસથી હાલ આખી દુનિયા ઝઝૂમી રહી છે. આ ખતરનાક વાયરસે દુનિયાભરમાં 53 હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે 10 લાખથી વધુ લોકો આ વાયરસની ચપેટમાં છે. ભારતમાં પણ આ વાયરસે ઝડપ વધારી છે અને માહિતી મુજબ અત્યાર સુધી દેશભરમાં 2301 કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. ત્યારે 56 લોકોના મોત થયા છે.

આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક(SBI) એ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. કારણ કે એક તરફ કોરોનાનો કહેર ત્યારે હવે બીજી તરફ સાઇબર ક્રિમિનલ્સ નવી રીતે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સાઇબર ક્રિમિનલ્સ દ્વારા કોરોના રિલીફ ફંડના નામે ડોનેશન માંગવામાં આવી રહ્યું છે. ઉપરાંત કોરોનાથી બચવા માટે ખોટી એપના માધ્યમથી પણ લોકોની ડિટેલ ચોરી કરવામાં આવી રહી છે.

આ રીતે થઈ રહેલા ફ્રોડથી બચવા એસબીઆઈએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે અને સાથે જ થઈ રહેલા ઓનલાઇન ફ્રોડથી બચવા માટે 7 ટિપ્સ પણ આપી છે. આપણે જણાવી દઈએ કે આ અંગે એસબીઆઈએ એક ટ્વીટ કરી છે. જેમાં આ 7 ટિપ્સ અંગે માહિતી આપવામાં આવી છે. આ ટિપ્સ આપતા બેંકે કહ્યું કે, ફ્રોડ UPIથી ડોનેશન માંગનારાઓથી સાવધ રહેવું, ફંડ આપતા પહેલા મેળવનાર અંગે ચોક્કસ માહિતી મેળવી લેવી, કોઈ પણ ઇ-કોમર્સ સાઇટ પર પોતાના કાર્ડની ડિટેલ સેવ ન કરવી, અજાણતા ઇ-મેલ પર અંગત અને સેંસેટિવ માહિતી આપવી નહીં.

ઉપરાંત બેંકે કહ્યું કે, કોરોના વાયરસથી સંબંધિત કોઈ પણ સમાચાર પર ક્લિક કરતા પહેલા પ્રમાણિકતાની તપાસ કરવી, વિશ્વાસુ સ્ત્રોતથી માહિતીઓ શેર કરવી. કોઈ કૌભાંડ અથવા છેતરપિંડીની ખબર પડે તો તેની જાણ કરવી.

આ વીડિયો પણ જુઓ: કોરોના સામે લડવા ડાંગનુ વહીવટી તંત્ર સતર્ક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન