SBI asked to its pensioner to submit life certificate before 30th nov
  • Home
  • Business
  • SBIના ગ્રાહકો 30 નવેમ્બર પહેલા જમા કરો આ દસ્તાવેજ, નહીંતર તમારા જ પૈસા તમને નહીં મળે

SBIના ગ્રાહકો 30 નવેમ્બર પહેલા જમા કરો આ દસ્તાવેજ, નહીંતર તમારા જ પૈસા તમને નહીં મળે

 | 12:15 pm IST

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) ગ્રાહક સેવાને ધ્યાનમાં રાખીને સતત તેના નિયમો અને સર્વિસમાં ફેરફાર કરતી હોય છે. જ્યારે હવે તાજેતરમાં એસબીઆઈએ વધુ એક મોટી જાહેરાત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ એસબીઆઈએ તેના પેન્શનરો માટે એક મોટી જાહેરાત કરી છે. એસબીઆઈએ પેન્શનધારકોને 30 નવેમ્બર 2019 સુધી તેમના જીવિત હોવાના પ્રમાણપત્ર જમા કરવવાનું કહ્યું છે. જો ગ્રાહકોએ એવું ન કર્યું તો તેમની પેન્શન રોકાઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પાસે સૌથી વધારે પેન્શન એકાઉન્ટ્સ છે. એસબીઆઈ પાસે લગભગ 36 લાખ પેન્શન એકાઉન્ટ છે અને 14 સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પ્રોસેસીંગ સેલ(સીપીપીસી) છે.

રિપોર્ટ પ્રમાણે બેંકે પેન્શન ધારકોને 30 નવેમ્બર સુધી તેમના જીવિત હોવાનું પ્રમાણપત્ર જમા કરાવવાની જાહેરાત કરી છે. આ માટે એવા એકાઉન્ટ હોલ્ડરોએ નજીકની એસબીઆઈ બ્રાન્ચથી એક ફોર્મ લેવાનું રહેશે. જેને ભરીને બેંકમાં જમા કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે બેંક ઘરે બેઠા પણ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા આપી રહી છે. ઉમંગ એપના માધ્યમથી સરકારી કર્મચારી લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકે છે. ઉપરાંત અન્ય કર્મચારી આધાર સેન્ટર અને કોમન સર્વિસ સેન્ટર પરથી પણ જીવિત પ્રમાણપત્ર જમા કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ: નવસારીના દાંડીમાં દરિયામાં કરન્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન